એક બાજુ સમગ્ર ગુજરાતના કોઈપણ જીલ્લામાં વાદળો જોવા પણ નથી મળતા ત્યારે પાટણના સિદ્ધપુરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ગણતરીના સમયમાં 4 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાય ગયા છે. વરસાદ આવતા જ પાટણ જીલ્લાના ખેડૂતોને હાશકારો અનુભવાયો હતો. તેમજ ખરીફ પાકોનો આબાદ બચાવ થયો હતો. રાજ્યભરના ખેડૂતોને આશા છે કે આવો જ વરસાદ દરેક જીલ્લામાં થાય અને સૌ કોઈની ખેતી સચવાઈ રહે.
પાટણના સિદ્ધપુરમાં એક સાથે 4 ઇંચ વરસાદ પડતા સિદ્ધપુરના ઋષિ તળાવ નામના વિસ્તારમા ૫૦૦ જેટલા નીચાણવાળા મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક શેરીઓમાં ઢીચણ સમાણા પાણી ભરાય જતા બાળકો સ્વીમીંગ પુલ સમજીને ધૂબકા લગાવવા માંડ્યા હતા. તેમજ યુવા વર્ગના લોકોએ પણ વરસાદી પાણીમાં નહાવાનો અનોખો આનંદ માણ્યો હતો.
રસ્તા અને ઘરોની અંદર પાણી ઘુસી જતા લોકો ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી સહેલાઇથી ઘુસી જતા લોકોના ઘરમાં રસોડા સુધી પાણી પહોચી જતા ખાદ્ય વસ્તુઓની પણ નુકસાની થઈ હતી. પાણી ધીમે ધીમે ઉતરી ગયા બાદ સાફ સફાઈ કરવા બાબાએ સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા હતા. તેમજ પાણીના ભરવા નો યોગ્ય નિકાલ ન થયા બદલ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
બનાસકાંઠા પંથકમાં ગઈ મોદી રાત્રે વહેલી સવારે સુધી અતિ ભારે વરસાદ વરસ્યો હતો.પાલનપુરમાં 4 ઇંચ, વડગામમાં 2.૫૦ ઇંચ અને દાંતામાં 2 ઇંચ હેતો વરસાદ નોંધાયો હતો. અતિભારે વરસાદ વરસતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને પાલનપુર શહેરમાં લોકોના ઘરોમાં પાણીમાં ઘુસ્યા હતા. અતીભારે વરસાદ પડતા તંત્રની પ્રિમોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી.
લોકોએ મહામુસીબતે પોતાના ઘરો માંથી પાણી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોએ નગરપાલિકા ઉપર રોષ ઠાલવ્યો હતો પાલિકા કોઈ જ કામગીરી કરતી નથી જેથી દરવર્ષે ઘરોમાં પાણી ઘુસી જાય છે અને નુક્શાન કરે છે.છેલ્લા દસ વર્ષથી વૃંદાવન સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા છે.
આ સમસ્યાનો હલ થતો નથી આજે સવારે પાણી ભરાઈ જતા પાલિકા ના ચીફ ઓફિસર અને તંત્રને સ્થાનિકોએ જાણ કરી પરંતુ પાલિકા અથવા તંત્ર સ્થાનિકોને મદદે આવ્યું ન હતું વારંવાર રજૂઆત કરી છે વરસાદી પાણીના નિકાલની પરંતુ પાલનપુર શહેરમાં પાણીના નિકાલનો કોઈ માર્ગ જ નથી ત્યારે આજે ચાર ઇંચ પડેલા વરસાદમાં સ્થાનિકોએ ખૂબ મુશ્કેલી ભોગવી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]