જ્યારે કોઈ પણ લોકોના ઘરમાં લગ્ન પ્રસંગ આવી પહોંચે છે કે અન્ય કોઈ શુભ પ્રસંગ આવે છે. ત્યારે ઘરના સૌ કોઈ સભ્યો ખૂબ જ ખુશખુશાલ હોય છે. અને દરેક સભ્યોમાં પ્રસંગને લઈને અનેરો આનંદ દેખાઈ આવતો હોય છે. આ ઉપરાંત મહેમાનો પણ પ્રસંગનું મુર્હત સાચવવા માટે આવી પહોંચતા હોય છે..
અને રંગેચંગે પ્રસંગની ઉજવણી કરતા હોય છે. એમાં પણ જો લગ્ન પ્રસંગમાં કોઈ દીકરીના લગ્ન હોય તો દીકરીના ભાઈ બહેનની સાથે સાથે તેના પિતાના આનંદનો કોઈ પાર રહેતો નથી. પરંતુ લગ્ન પ્રસંગ પહેલા કેટલી બધી તૈયારીઓ કરવી પડતી હોય છે. એક દિકરીના લગ્નની સૌથી વધુ આનંદની લાગણી એક પિતાને હોય છે.
અને જો એવા પ્રસંગમાં કોઇ જાનહાનિના દ્રશ્યો સર્જાય તો પિતા ઉપર ખૂબ મોટું સંકટ આવી પહોચતું હોય છે. હાલ ખૂબ જ ચોકાવનારો મામલો સામે આવ્યો છે. હકીકતમાં ડીસા ભીલડી હાઈવે ઉપર માલગઢ ગામ આવેલું છે. જ્યાં એક જ પરિવારની ચાર દીકરીઓના લગ્ન એકસાથે યોજાયા હતા..
આ લગ્નને લઈને પરિવારજનો ખૂબ જ ખુશ ખુશાલ દેખાઈ આવ્યા હતા. રંગેચંગે લગ્નની વિધિ પણ પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ જાનૈયાઓમાં પણ ખૂબ જ જોશ દેખાય આવ્યો હતો. લગ્ન વિધિ પૂર્ણ થતાની સાથે જ જાનેયાવો લગ્ન મંડપની બહાર ફટાકડા ફોડવા મળ્યા હતા. જેના કારણે એક ફટાકડાનું તણખલું લગ્નમંડપ ઉપર આવીને પડ્યું હતું..
જેના કારણે લગ્નમંડપએ વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મંડપ નીચે એક સાથે ચાર ચાર દિકરીઓ તેમના થનારા પતિ સાથે ફેરા લઈને બેઠી હતી. એવામાં લગ્ન મંડપમાં રહેલા લોકો તેમજ બધા મહેમાનો સાથે સાથે પરિવારજનોએ પણ દોટ મૂકી હતી. આ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા તમામ મહિલાઓ મહેમાનોએ પણ દોડધામ મચી ગઇ હતી..
ત્યારે સ્થાનિક લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને માટી અને પાણીનો મારો ચલાવી ની શરૂઆત કરી દીધી હતી જેથી કરીને આગને કાબૂમાં લઈ શકાય તેમજ આ બનાવની જાણ ફાયરબ્રિગેડને ટીમને પણ કરી દેવામાં આવી હતી. ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો..
એક ફટાકડાના કારણે લગ્ન મંડપ સળગી ઉઠયો હતો. આ લગ્નમંડપ શ્રદ્ધાની સાથે દીકરીના પિતા ખૂબજ ટેન્શનમાં આવી ગયા હતા. કારણ કે એક સાથે ચાર ચાર દીકરીઓ અને વળાવે પહેલા ખૂબ ગંભીર ઘટના બની ગઈ હતી. પરંતુ સદનસીબે આગ કાબૂમાં આવી જતા અન્ય કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી અને સૌ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
હાલ ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આગ લાગવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. પરંતુ આગનો આ બનાવ લગ્નમંડપની બહાર જાનૈયાઓ દ્વારા ફોડવામાં આવેલા ફટાકડાને કારણે લાગી હોવાનો મામલો સામે આવ્યો છે. અને પોલીસને તપાસ બાદ પણ આ જ કારણ બહાર આવ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]