Breaking News

30 વર્ષ પછી પરિવારમાં દીકરીનો જન્મ થતા જ ડીજેના તાલે હોસ્પિટલથી ઘર સુધી વાજતે-ગાજતે લઈ આવ્યા, દરેક સમાજ ખાસ વાંચે..!

અત્યારે ઘણા બધા ઘરોમાં દીકરીના જન્મને કારણે ખુશીનો માહોલ જોવા મળે છે. આજની પેઢી શિક્ષિત બની છે, જેના કારણે તેઓ દીકરીને લઈને જાગૃત બન્યા છે, જેના કારણે દીકરીના જન્મ થતા જ પરિવારમાં ખુશીની લાગણીઓ છવાઈ જાય છે, આવી જ એક દીકરીના જન્મતા બનેલી ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના એવી બની હતી જે જોઈને દરેક લોકો ખુશ થઈ ગયા હતા. ઘણા બધા પરિવારોમાં દીકરીના જન્મને લઈને ઝઘડાઓ થતા હોય છે પરંતુ આ ઘટના જોઈને તે લોકોએ શિખામણ લેવી જોઈએ. આ ઘટના ચરૂના વોર્ડ નંબર 14 માં રહેતા પરિવારમાં બની હતી. પરિવારમાં માતા-પિતા અને અન્ય પરિવારના લોકો રહેતા હતા.

જન્મેલી દીકરીના પિતાનું નામ નિર્મલ સૈની અને માતાનું નામ લલીતા બેન હતું. તેઓને લગ્ન થયા તેને ઘણો સમય થઈ ગયો પરંતુ તેમને સંતાનમાં કોઈ બાળક ન હતું. ઘણા વર્ષો પછી લલીતાબેન ગર્ભવતી બન્યા હતા. જેના કારણે લગ્ન બાદ 30 વર્ષ પછી સમય જતા તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો.

દીકરીના જન્મ થતાં જ પરિવારના લોકોમાં ખુશીનો માહોલ થઈ ગયો, તેમના પરિવારમાં 30 વર્ષ પછી બાળકીનો જન્મ થયો હતો. જેના કારણે પરિવારના દરેક લોકો ખૂબ ખુશ હતા અને દીકરીના જન્મને તેઓ તહેવાર તરીકે ઉજવી રહ્યા હતા. તેમના ઘરે કોઈ મોટો તહેવાર આવ્યો હોય તેવો માહોલ થઈ ગયો હતો.

દીકરીના પિતા નિર્મલે કહ્યું હતું કે, ‘તેમની આ પહેલી દીકરી છે અને પહેલું બાળક છે જેના કારણે તેના જન્મનો દિવસ મારા માટે ખૂબ જ મોટો જિંદગીનો દિવસ છે’ તેમ જણાવ્યું હતું હોસ્પિટલમાં પણ નવજાત માસુમ દિકરી સાથે ઘણા બધાએ સેલ્ફી લીધી હતી અને ફોટાઓ પડાવ્યા હતા. હોસ્પિટલને શણગારવામાં આવી હતી.

અને દીકરીને ઘરે લઈ જવાના સમયે હોસ્પિટલની બહાર ફૂલોથી શણગારેલી કાર પણ મૂકવામાં આવી જે જોઈને દરેક દર્દીઓ ચોકી ગયા અને ખુશ થઈ ગયા હતા. હોસ્પિટલની બહાર હંમેશા એમ્બ્યુલન્સ ઊભેલી જોવા મળે છે પરંતુ આ એક દિવસ એવો માહોલ છવાઈ ગયો હતો કે હોસ્પિટલની બહાર ફૂલોથી શણગારેલી કાર જોવા મળી હતી.

સૌ લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી દીકરીના જન્મને ખૂબ જ માન આપવામાં આવ્યું હતું અને દીકરીને ધૂમધામથી પરિવારના લોકો ઘરે લઈ ગયા અને દીકરી સૌને પ્રિય હતી અને આ એક અલગ જ ઉદાહરણ લોકો સામે ઊભું થયું છે. દરેક લોકોએ જોઈને અને સાંભળીને આ ઘટનામાંથી પ્રેરણા લેવી જોઈએ. પરિવારમાં ભારે ખુશીના માહોલને કારણે હોસ્પિટલના ડોક્ટરો અને નર્સો પણ ખુશ થઈ ગયા હતા

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *