Breaking News

3 યુવકો તાંત્રિક વિધિ કરીને પૈસા ડબલ કરી દેતા, પરિવારે મકાન ખરીદવાના 11 લાખ ડબલ કરાવવા આપ્યા અને ઓચિંતા જ થયું એવું કે….! જાણો..

રાજ્યમાં જે લોકો પાસે કોઈ યોગ્ય કામ ધંધો નથી. તેઓ કોઈ સ્કીલ ડેવલોપ કરવાને બદલે લોકોની સાથે છેતરપિંડી કરીને પૈસા કમાવાના અવનવા નુસખાઓ શોધી રહ્યા છે. આ ઉપરાંત તેઓ રોજ રોજ કેટલાય યુવક-યુવતીઓને પોતાની જાળમાં ફસાવીને લાલચ આપ્યા બાદ છેતરપિંડી કરી પૈસા પડાવવાનો વેપલો આદરવા લાગ્યા છે..

ગઈકાલે અમદાવાદ પોલીસે ત્રણ યુવકોની એક ગેંગને પકડી પાડી છે. આ યુવકોની ગેંગ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં. પરંતુ ખૂબ જ મોટા માસ્ટર માઈન્ડ હતા. આ ત્રણેય આરોપીઓના નામ અનવર, પરવેઝ અને મજહર શેખ છે. આ ત્રણેય યુવકો એવો કામ ધંધો કરી રહ્યા હતા. કે જે દરેક લોકોએ જાણી લેવો જોઈએ. અને એવી બાબતોથી હંમેશા નાગરિકોએ ચેતીને રહેવું જોઈએ…

હકીકતમાં ત્રણેય યુવકો અલગ અલગ તાંત્રિક વિધિઓના બહાને લોકોના પૈસાને ડબલ કરી દેવાના બહાના બતાવીને છેતરપિંડીઓ કરતા હતા. આ ઉપરાંત અનવર નામના યુવકે અલગ અલગ તાંત્રિક વિધિઓના વિડીયો ઉતાર્યા હતા. અને આ વિડીયો તેણે તેના એજન્ટોને પણ મોકલ્યા હતા.

એજન્ટો આ વિડીયો તેની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોને બતાવતા અને કહેતા કે જો તમે આ તાંત્રિક પાસે પૈસા લઈને જશો તો એ પૈસા તમારા માત્ર પાંચ મિનિટની અંદર જ ડબલ થઈ જશે. આ ઉપરાંત તેને વિડિયો પણ બતાવવામાં આવતો હતો. જેથી કરીને જે તે વ્યક્તિને આ તાંત્રિક ઉપર વિશ્વાસ આવે હકીકતમાં વીડિયોમાં રીતસર તમે જોઈ શકો છો કે પૈસા એ પાણીની ડોલમાં નાખવામાં આવે છે..

અને થોડીવારમાં જ તેમાંથી ડબલ પૈસા બહાર કાઢવામાં આવતા હતા. અને આ તાંત્રિકોની વાતમાં આવી ગયા હતા. અને તેઓએ પોતાની પાસે રહેલા તમામ રૂપિયા ડબલ કરવા માટે આ તાંત્રિકની જાળમાં ફસાઈ ગયા હતા. પરંતુ આ તાંત્રિક લોકોને લૂંટવાનું કામ કરી રહ્યો હતો. તેઓએ કોઈ ટ્રિકની મદદથી નોટ અને કાગળના બંડલમાં ફેરવી દીધી હતી..

અને પાણી ભરેલી ડોલમાં નાખીને આ બંડલને હલાવવામાં આવતા હતા. તેમજ આ ડોલની અંદર ડિટર્જન્ટ વાળું પાણી પણ રાખવામાં આવતું હતું. કોઈ ટ્રિકનો ઉપયોગ કરીને તેઓ એવું દેખાવી રહ્યા હતા કે હકીકતમાં પૈસા ડબલ થાય છે. પરંતુ એવી કોઈ ટ્રિકથી પૈસા ડબલ થતા નથી. એક વ્યક્તિએ મકાન લેવા માટે ૧૧ લાખ રૂપિયા ભેગા કર્યા હતા..

પરંતુ આ ગેંગના એક એજન્ટે આ યુવકને લાલચ દેખાડતો આ વિડીયો દેખાડ્યો કે, જો તમે તમારી પાસે રહેલા પૈસાને આ તાંત્રિક પાસે જઈને વિધિ કરાવશો તો થોડા જ દિવસોમાં તે ડબલ થઇ જશે અને ત્યારબાદ તમે ખૂબ મોટું મકાન ખરીદી શકશો. અને યુવકને લાલચ જાગી અને તેણે તેની પાસે રહેલા તમામ રૂપિયા એટલે કે ૧૧ લાખ રૂપિયા કે જેને દિવસ રાતની મહેનતથી ભેગા કર્યા હતા…

તમામ રૂપિયા આપી દીધા હતા અને આ તમામ પૈસા તાંત્રિકોએ લઈને લૂંટ કરી લીધી હતી. ત્યારબાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તાંત્રિક વિધિ કરીને લોકોને આ ટોળકીને પકડી પાડી હતી. આ ગેંગ પાસેથી કુલ નવ લાખ રૂપિયા રોકડા બે મોબાઈલ ફોન અને કાગળની નોટોના બંડલ પણ જપ્ત કર્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *