Breaking News

3 યુવકો ફોર્ચ્યુંનર કાર લઈને કરતા એવા કાળા કામ કે પોલીસે બાતમીના આધારે તરત જ દબોચી લીધા, જાણો હોશ ઉડાવતો કિસ્સો..!

ગુજરાત પોલીસ ગુજરાતને વિકાસની ઊંચાઈ ઉપર લઈ જવા માટે અને ગુજરાતની જનતાને સુરક્ષિત તેમજ યુવા વર્ગને સારા માર્ગ તરફ વાળવા માટે નશાકારક ચીજ વસ્તુઓ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ ગુજરાત પોલીસ પણ કાયદા કાનૂન જળવાઈ રહે એ માટે સતત કાર્યરત અને પ્રયત્નશીલ રહે છે..

હકીકતમાં પોલીસની સાહસિકતા અને ઈમાનદારીને સલામ છે. કારણ કે તેઓ દિવસ રાત મહેનત કરીને શહેરના તમામ લોકોને સુરક્ષા પૂરી પાડે છે. જરૂર પડીએ જીવને જોખમમાં નાખીને પણ બુટલેગર, ચોર, લૂંટારા કે ગુંડાઓનો સામનો કરતા હોય છે. ગઈકાલે સુરતની ક્રાઈમ બ્રાન્ચે પુણાગામના કાંગારૂ સર્કલ પાસેથી એક ફોર્ચ્યુંનર ગાડીને પકડી પાડી હતી..

હકીકતમાં પોલીસને જાણ હતી કે, છેલ્લા ઘણા સમયથી ટ્રકના વ્યાપાર સાથે જોડાયેલા લોકો મોટી મોટી ગાડીઓ લઈને સુરત આવી રહ્યા છે. આ ટ્રકનો જથ્થો મુંબઈથી લાવવામાં આવતો હતો અને સુરતમાં લાવીને સુરતમાં વેચાણ કરવામાં આવતો હતો. આ જાણ મળતા જ પોલીસ જુદા જુદા ખબરીઓ અને અધિકારીઓની મદદથી આ ઘટનાની જાણ મેળવવા લાગ્યા હતા..

બાતમી મળી ત્યારે પુણાગામના કાંગારુ સર્કલ નજીક પોલીસે વોચ ગોઠવી હતી અને જ્યારે આ કાર રસ્તા પરથી પસાર થાય એટલે કે તરત જ તેને ઉભી રખાવીને એની અંદર તપાસ કરવાના આદેશો પણ આપવામાં આવ્યા હતા. બાતમીના આધારે કાંગારું સર્કલ નજીકથી પસાર થઈ રહેલી ફોર્ચુનર કારની અંદર કુલ ત્રણ યુવક સવાર હતા..

પોલીસ આકારને ઉભી રખાવી હતી અને તેની અંદર તપાસ કરતા 60 ગ્રામ ડ્રગસનો મુદ્દામાલ મળી આવ્યો હતો. એમડી ડ્રગ્સનો આ જથ્થો પોલીસે તાત્કાલિક જપ્ત કર્યો હતો અને આ પ્રતિબંધની ચીજ વસ્તુઓની હેરાફેરીને લઈને ત્રણ યુવકોને પકડી પાડ્યા છે. જેમાં મોહમ્મદ હારૂન, અબ્દુલ રહેમાન પઠાણ સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે 67,300 ના એમડી ડ્રગસની સાથે ત્રણ મોબાઈલ એક ફોર્ચુંનર કાર અને કુલ 26 લાખ 19 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આ હેરાફેરીમાં અજ્જુ નામનો એક યુવક પણ જોડાયેલો છે. જે અગાઉ સુરતના ઉમરા તેમજ ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ ગુનાઓ નોંધાયા છે..

જ્યારે પોલીસના આરોપીઓની કડક પૂછતાછ કરવાની શરૂ કરી ત્યારે તેઓએ કબુલી લીધું હતું અને જણાવ્યું કે તેઓ મુંબઈથી થોડી થોડી માત્રામાં ડ્રગ્સની ખરીદી કર્યા બાદ તેઓ સુરત લાવતા હતા અને સુરતના જુદા જુદા વિસ્તારોમાં ગ્રાહકને છૂટું વેચાણ કરવામાં આવતું હતું. અને તેનાથી તેઓ પૈસા કમાતા હતા. ફોર્ચ્યુનર જેવી મોટી મોટી કારની અંદર તેઓ હેરાફેરી કરતા હતા જેથી કરીને કોઈ વ્યક્તિને શક ન જાય..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *