નાના બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. નાના બાળકો ખૂબ જ હોય છે તેઓને તમે જે પૂછો તેનો જવાબ આપે છે. તો તેની કાલીઘેલી ભાષામાં તેઓ હંમેશામશગુલ રહેતા હોય છે. પરંતુ કલોલ તાલુકામાં એક ત્રણ વર્ષના બાળકે પરિવારના તમામ સભ્યોને સાથે સાથે પોલીસને પણ દોડતી કરી દીધી છે.
આ બાળકની માંસુમતાને આધારે પરિવારના તમામ સભ્યોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. હકીકતમાં કલોલના શિવ શક્તિ નગરમાં પાસવાન પરિવાર રહે છે. આ પરિવાર સંયુક્ત કુટુંબમાં રહે છે. પરિવારના રાધિકાબેન પાસવાન અને ત્રણ વર્ષનો એક દિકરો અને પાંચ વર્ષની એક દીકરી સંતાનમાં છે.
તેઓ બે માળના મકાનમાં રહેતા હોવાથી સવારના સમયે રાધિકાબેન ઉપરના માળે સાફ-સફાઈ કરવા માટે ગયા હતા. ત્યારે તેમના ત્રણ વર્ષનો દીકરો નીચેના માળે રમી રહ્યો હતો. રાધિકા ઉપરના માળે સફાઈ કરીને ઘરની નીચેના માટે આવ્યા ત્યારે જોયું કે તેમના ત્રણ વર્ષનો દીકરો કઈ રમતો દેખાતો નથી. તેમજ તેનો અવાજ પણ આવ્યો હોવાથી તેઓ તેમના દીકરા ની શોધખોળ કરવા માટે લાગી ગયા હતા..
તથા તમામ વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી પરંતુ તેમનો દીકરો કોઈપણ જગ્યાએ ન મળતા અંતે તેઓએ પરિવારના તમામ સભ્યોને જાણ કરી હતી. રાધિકાબેન જેઠાણીએ પણ નજીકના બાગમાં શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ન મળતા રાધિકાબેન તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા..
અને ત્યાં તેમના બાળકના આપણને ફરિયાદ નોંધાવી હતી. માત્ર ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરી તેની સાથે પોલીસ પણ આવી ગયું હતું અને આ બાળકને શોધવા માટે કામે લાગી ગયું હતું. રાધિકા બહેને પૂછતાછ કરવામાં આવી હતી. એ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના બાળકને જેસીબી મશીન ખૂબ જ ગમે છે..
પોલીસે આસપાસના વિસ્તારોમાં જેટલા બધા જેસીબી મશીન કાર્યરત હોય એ તમામ જગ્યા પર જઈને તપાસ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં તેમની ઘર પાસેના એક ફાયર વિભાગના કામકાજમાં એક જેસીબી મશીન કામકાજ કરી રહ્યું હતું. આ જેસીબી મશીન રાધિકાબેન ઘર પાસેથી પસાર થયું હતું. જ્યારે તેમનો ત્રણ વર્ષનો દીકરો ઘર પાસે રમી રહ્યો હતો અને તેમને જેસીબી મશીન ખૂબ જ ગમતું હોવાને કારણે તે જેસીબી મશીન ની પાછળ દોડવા લાગ્યો હતો..
આ મશીન જે જગ્યા પર કામકાજ કરતું હતું તે મશીન પર તે દીકરો ને જોઈ રહ્યો હતો. પોલીસ જ્યારે આ મશીન પાસે પહોંચી અને જોયું તો બાળક નિરાધાર ઉભો હતો અને મશીન જે રીતે કામ કરતું હતું તેને જોઈ રહ્યો હતો ત્યારબાદ બાળકને પકડીને તેની માતાને સોંપવામાં આવ્યું હતું.
હકીકતમાં ત્રણ વર્ષના દીકરાએ ઘણાખરા લોકો ને રોડે ચડાવી દીધા હતા અને સૌ કોઈ લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. આ બાળકને શોધવાણી પોલીસની સરાહનીય કામગીરી કોઈ લોકોને ગર્વ અનુભવે છે. પોલીસની મદદથી આ બાળકને ગણતરીની મિનિટોમાં જ માતા સાથે બનાવી દેવામાં આવ્યો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]