3 મહીના પહેલા લગ્ન થયા અને માત્ર 5 જ મિનીટમાં બંને એક સાથે આપઘાત કરી લેતા મચી ગયો ચકચાર, વાંચીને રડી પડશો..!

હાલના સમયમાં આત્મહત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. લોકો પોતાની રોજિંદા જિંદગીથી કંટાળીને અથવા પરેશાન થઈને પોતાનું જીવન ટૂંક આવી લેતા હોય છે. આવી જ આત્મહત્યાની એક ઘટના છત્તીસગઢના બિલાસપુરમાં સામે આવે છે. મહારાષ્ટ્રના ગઢચિરૌલીમા ચંદ્રભૂષણ જગત નામનો એક વ્યક્તિ રહેતો હતો.

તેના ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતા. ચંદ્રભૂષણ જગત એ સીઆરપીએફ ના 113મી બટાલીયનમાં જવાન તરીકે ફરજ નિભાવતા હતા. ગઈકાલે જ્યારે તેઓ ડ્યુટી પર હતા ત્યારે તેમણે તેની પત્નીને ફોન કર્યો હતો. તે બંને વચ્ચે ઘણા લાંબા સમય સુધી વાત થઈ પરંતુ આ વાતને ગંભીરતા તે ઉપરથી જાણી શકાય, કે ચાલુ ફોન એ જ વાત કરતી વખતે પોતાની જ પિસ્તોલ વડે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

આ ગોળીનો અવાજ સાંભળીને બિલાસપુરમાં રહેતી તેની પત્નીએ પણ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના સમયે ચંદ્રભૂષણની પત્ની યામિની પોતાના ઘરમાં એકલી જ હતી. ચંદ્રભૂષણના માતા-પિતા કામ માટે ખેતરે ગયા હતા. જ્યારે તેનો ભાઈ પ્રવીણ તેની નાની દીકરીને શાળાએ મુકવા માટે ગયો હતો.

પરંતુ પ્રવીણ જ્યારે તેની દીકરીને મૂકીને ઘરે પરત ફર્યો, ત્યારે તેણે જોયું કે યામિનીનો મૃતદેહ લટકી રહ્યો હતો. ત્યારે તેણે તરત જ તેના ભાઈ ચંદ્રભૂષણને ફોન કર્યો હતો. પરંતુ તેણે ફોન ન ઉચક્યો હતો. કારણકે તે યામિની પહેલા જ આત્મહત્યા કરી ચૂક્યો હતો. રવિને તરત જ પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરી હતી.

બિલાસપુરની સ્થાનિક પોલીસ શરત જ તેના ઘરે પહોંચી હતી અને આ તમામ ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ચંદ્ર ભૂષણ અને યામિનીના ફોનની કોલ ડીટેઇલ તપાસવામાં આવી હતી. તે બંને વચ્ચે ફોન પર શું વાત થઈ તેની કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે, કે ચંદ્રભૂષણ અને યામિનીના બંનેના મોતની વચ્ચે 5-10 મિનિટ જેટલું જ અંતર હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ પોલીસ હજી સુધી પણ આ બંનેના આત્મહત્યાની ગુથ્થી સુલજાવી શકી નથી. પરિવારમાંથી તાજેતરમાં લગ્ન થયેલા દંપતિનું મૃત્યુ થતાં દરેક પરિવારજનોની આંખ માંથી આંસુ પાણીની જેમ વહી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment