શહેરની સફાઈની તમામ જવાબદારીઓ પાલિકાના ખભા ઉપર હોય છે. પાલિકામાં કામ કરના સફાઈ કર્મચારીઓ ખૂબ જ મહેનત થી સમગ્ર શહેરને સ્વચ્છ કરવામાં ભાગ ભજવી રહ્યાં હોય છે. પરંતુ હાલ એક ડીસ્પોઝલ સાઈટ પર કામ કરતાં પાલિકાના સફાઈ કર્મચારી નું ખૂબ કરૂણ મૃત્યુ થયું છે..
સુરતના ખજોદ વિસ્તારમાં એક ડીસ્પોઝલ સાઈટ આવેલી છે. ત્યાં શૈલેષ સોનવાડિયા નામનો એક યુવક પાલિકાના સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. આજથી ત્રણ મહિના પહેલા જ આ યુવકના લગ્ન થયા હતા. તે ખૂબ જ ખુશ ખુશાલ હતો. પરંતુ તેની સફાઈ કર્મચારી તરીકે જ્યારે નિયુક્તિ થઈ ત્યારે તેને સફાઇનું કામકાજ કરવાને બદલે તેના વાહનોના પંચર તેમજ રીપેરીંગના કામમાં પણ પાલિકા દ્વારા કરવામાં આવતા હતા..
પરિવારજનોએ કહ્યું છે કે પાલિકાની લાપરવાહીના કારણે જ તેમના દીકરા શૈલેષભાઈ સોનવાડીયાનુ મૃત્યુ થયું છે. શૈલેષની નિમણૂક ખજોદના ડીસ્પોઝલ સાઈટ ઉપર થઈ હતી. તે પોતાનું કામ કરી રહ્યો હતો. તેવામાં અચાનક ડીસ્પોઝલ સાઈટ પર કામ કરતા જેસીબી નું ટાયર ફાટ્યું હતું.
અને તેનું મૃત્યુ થયું હતું. શૈલેશે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આ જીસીબી નું ટાયર એક દિવસ તેનો જીવ લઇ લેશે. રોજની જેમ તે પોતાનું કામ કરી રહ્યો હતો અને અચાનક જ ટાયર ફાટ્યું હતું. તેના કારણે તેનો મૃત્યુ થતાં પાલિકામાં પણ ખળભળાટ મચી ગયો છે. જ્યારે પરિવારજનો શોકમગ્ન થયા છે..
શૈલેષ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં પરિવાર ઘણું હૈયાફાટ રૂદન પણ જોવા મળ્યું હતું. શૈલેષ સોનવાડિયાની બહેનનું કહેવું છે કે તેની નિમણુંક સફાઈ કામદાર તરીકે થઈ હતી. પરંતુ તેની પાસેથી અન્ય વિભાગના જુદા જુદા કામો પણ કરવામાં આવી રહ્યા હતા..
આ ખરેખર પાલિકાની ખૂબ મોટી બેદરકારી છે. જેના કારણે આજે મારા ભાઈનો જીવ ગયો છે. એટલા માટે જવાબદાર લોકો સામે જરૂરી પગલાં ભરવામાં આવે અને મારા ભાઈને યોગ્ય ન્યાય મળે તેવી સમગ્ર પરિવાર ની માંગ છે. તો બીજી બાજુ ત્રણ મહિના પહેલા લગ્ન થયેલા શૈલેષ મૃત્યુ થતાં તેની પત્ની પણ નિરાધાર બની છે. તેનું હૈયાફાટ રૂદન જોઈને સૌ કોઈ લોકો હચમચી ગયા છે કારણ કે પરિવારના એક આશાસ્પદ યુવકનું મૃત્યુ થયું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]