Breaking News

3 દીકરીઓ જોર જોરથી રડતી રહી અને માં-બાપે એકસાથે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો, કાળજું થથરાવતો બનાવ..!

આપઘાતના બનાવોએ માજા મૂકી છે, જ્યાં જુવો ત્યાં આપઘાત જ થઇ રહ્યા છે, આખરે લોકો કેટલી હદે કંટાળ્યા હશે કે અંતે આપઘાતનું પગલું ભરવા મજબુર બન્યા છે. છેલ્લા 1 અઠવાડિયામાં લગભગ 50 જેટલા બનાવો સામે આવી ગયા છે. અને હવે વધારે એક કેસ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદમાંથી નજરે ચડ્યો છે…

શિકોહાબાદના નાગલા ખંગારના ફાતિપુર ગામમાં આદેશભાઈ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમની પત્ની સુનીતા તેમજ 3 બાળકીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમના માતા-પિતા પણ સાથે જ રહે છે અને તેઓ રોજ મંદિરે દર્શન કરવા માટે જાય છે. તેઓ દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યા અને પરત ફર્યા ત્યાં સુધીમાં તો તેમના જીવનમાં હડકંપ મચી ગયો હતો.

એક દિવસ આદેશભાઈએ તેમની પત્ની સુનીતાને સાથે લઈને ઘરના ઓરડામાં એક જ સાથે ફાંસો ખાઈ લીધો હતો. બીજી તરફ તેમની 3 દીકરીઓ જોરદાર રડતી હતી. નાની દીકરી મમ્મી… મમ્મીની બુમો પાડી રહી હતી. જયારે અન્ય દીકરીઓ પણ પોતાના માં-બાપની આ હાલત જોઈને એકદમ ડઘાઈ ગઈ હતી..

જયારે તેમના વડીલ દાદા-દાદી ઘરે આવ્યા અને દરવાજો ખોલતા જ જોયું તો તેમના હોશ ઉડી ગયા હતા કારણ કે તેમનો વહાલસોયો દીકરો તેમજ તેમની પુત્રવધુ મોત પામ્યા હતા.તેઓએ આ પગલું શેના માટે ભર્યું તેમજ એવું તો કેવું મોટું દુખ આવી પડ્યું હશે કે જેને તેઓ સહન ન કરી શક્યા..

આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા ત્યાંની સ્થાનિક પોલીસ મથામણ કરી રહી છે. પરતું હાલ પ્રાથમિક તપાસ બાદ પણ કોઈ કારણ જાણી શકાયું નથી. આ માં-બાપે એકપણ વાર તેમની ફૂલ જેવી દીકરીઓનો વિચાર કર્યા વગર જ આ પગલું ભરી લીધું હતું. ગામના લોકોના ટોળે ટોળા ત્યાં એકઠા થઈ ગયા હતા..

સૌ કોઈ લોકો પોતપોતાની રીતે જુદી-જુદી અટકળો લગાવી રહ્યા હતા. આ ઘટનાની જાણ થતા એસપી કન્ટ્રીસાઈડ ડો.અખિલેશ નારાયણ સિંહ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે તપાસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આદેશ ઘરમાં પત્ની સીતા અને ત્રણ બાળકો સાથે હતો.

એસપી કન્ટ્રીસાઈડ ડૉ. અખિલેશ નારાયણ સિંહનું કહેવું છે કે પતિ-પત્નીએ સાડી વડે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. ગામમાં કોઈનો કાર્યક્રમ હતો. મોડી રાત્રે બંનેએ ઘરમાં બાળકો સાથે ખાવાનું પણ ખાધું હતું કારણ કે રૂમમાંથી ખાવા માટે ઉપયોગમાં લેવાતા વાસણો પણ મળી આવ્યા હતા. એસપી દેહતે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ જ આપઘાતનું કારણ જાણી શકાશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *