આજકાલ મહિલાઓ તેમજ પુરુષો લગ્ન બાદ પણ પોતાના પ્રેમી-પ્રેમિકા સાથે ભાગી જતા હોય છે. જેનું પરિણામ તેમના પરિવારને ભોગવવું પડે છે. ઉત્તર પ્રદેશ રાજ્યના બુંદેલખંડ ના નવાદા જિલ્લામાં આવો જ એક ચોંકાવનારો બનાવો સામે આવ્યો છે. જેમાં ત્રણ બાળકોની માતા પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
ઉત્તર પ્રદેશ રાજ્યના બુંદેલખંડમાં મોહન વિશ્વકર્મા નો પરિવાર રહેતો હતો. વર્ષ 2018 માં મોહન વિશ્વ કરવાના પુત્ર દિપક વિશ્વકર્માના લગ્ન ભૂલતાડ ગામના મૂળ રહેવાસી મહેશ પ્રસાદની દીકરી પૂજા કુમારી સાથે કરવામાં આવ્યા હતા. લગ્નના શરૂઆતના વર્ષો સારી રીતે વિધ્યા હતા પરંતુ ત્યારબાદ દીપક અને પૂજા વચ્ચે નાની-મોટી વાતોને લઇને વારંવાર ઝગડા થતા હતા.
તેમના ઘરમાં લગ્નના એક વર્ષ બાદ દીકરીનો જન્મ થયો હતો. તેમનો પરિવાર રાજી ખુશીથી રહેતો હતો. પરંતુ પૂજાનું છેલ્લા એક વર્ષથી અફેર ચાલતું હતું. જેના વિષે દિપક ને કોઈ જાણ ન હતી. પૂજા અવારનવાર તેના પ્રેમી સાથે વાતો કરતી હતી. આ ઉપરાંત તેને મળવા પણ જતી હતી. ગઈકાલે સવારે પૂજા ઘરેથી નીકળી હતી.
પરંતુ સાંજ સુધી પરત ફરી ન હતી. જેથી દીપકને તેની ચિંતા થતાં તેણે તપાસ શરૂ કરી હતી. જેમાં તેને જાણવા મળ્યું કે પૂજા તેના પ્રેમની સાથે ફરાર થઈ ગઈ છે. દીપકએ તરત જ નવાદા જિલ્લાના નગર પોલીસ સ્ટેશનમાં પૂજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નવાદા જિલ્લાના સ્થાનિક પોલીસકર્મીઓ એ પૂજા અને તેની પ્રેમીને શોધખોળ શરૂ કરી હતી.
પરંતુ તેમને કોઈ માહિતી હાથે ન લાગતા, દીપક એ બુંદેલખંડના સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ન્યાયની માગણી કરી છે. બુંદેલખંડ પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા પોલીસકર્મીઓએ પૂજા અને તેની પ્રેમીને વહેલી તકે શોધવા માટે પોતાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે. દીપક અને તેની ત્રણ વર્ષે દીકરીને વહેલી તકે ન્યાય મળે તેવો બુંદેલખંડના પોલીસકર્મી ઓ પ્રયાસ કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]