Breaking News

3 બાળકો ખોળામાં અને પતિનું અવસાન થતા મહિલાએ જાતે ઉપાડી 50 વીઘાની જવાબદારી, સાહસની વાતો સાંભળીને તમે પણ આ મહિલાને સલામ કરશો..!

કહેવાય છે કે મહિલાઓ પાસે અદ્રશ્ય શક્તિઓ રહેલી હોય છે. જરૂર પડે તેઓ પોતાની દરેક શક્તિઓ વાપરીને પોતાની સામે રહેલી દરેક ચુનોતીઓ સામે લડતી હોય છે. આ શક્તિ ભગવાને માત્ર મહિલાઓને જ આપી છે. આજે અમે તમને વાત કરીશું સુરતના ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામમાં રહેતા લતાબેનની..

કે જેવો પોતાના દ્રઢ અને મક્કમ મનના કારણે આજે સમાજમાં મહેનત અને દ્રઢ નિશ્ચયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઓલપાડના ઉમરાછી ગામમાં સતિષભાઈ પટેલ તેમની પત્ની લતાબહેન તેમજ તેમની બે દીકરી અને એક દીકરો રહેતા હતા. તેઓ ભરૂચમાં રહેતા દિપક ગોહિલ નામના યુવકની 50 વીઘા જમીન કે જે ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામ પાસે આવેલી છે..

તે જમીનની ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ખેતર માલિક ભરૂચ રહેતા હતા. પરંતુ તેમની જમીન ઓલપાડમાં હોવાથી સતિષભાઈ અને તેમનો પરિવાર ખેતરમાં મજૂરી કરીને રાજીખુશીથી જીવન જીવતા હતા. પરંતુ એક દિવસ સતીશભાઇ ને મોઢાનું કેન્સર થતાની સાથે તેઓ મૃત્યુ પામ્યા હતા..

બે દીકરીઓને એક દીકરો હજુ સાવ નાનો હતો. એવા સમયે સતિષભાઈનું અવસાન થતાં લતાબેન ઉપર આફતોના વાદળ ઘેરાઈ આવ્યા હતા. તેઓ આ બાળકોને કેવી રીતે સાચવશે કેવી રીતે ભરણપોષણ કરશે તેવા અનેક સવાલો ઊભા થયા હતા. પરંતુ લતાબેન હિંમત હારી ન હતી..

અને ભરૂચ રહેતા ખેતરનાં માલિક દિપેશભાઈ ને તેઓએ ફોન કરીને જણાવી દીધું હતું કે, તમે તમારા 50 વીઘા જમીન ની ઉપાધિ કરતા નહીં. હવે તમારી જમીન એકલા દમ પર સાચવી લઇશ. લતાબેન એ જણાવ્યું છે કે, જ્યારે તેમના પતિ જિવિત હતા. ત્યારે તેમના પતિ તેમને અવારનવાર રમત-રમતમાં ટ્રેકટર શીખવવાની વાત કરતા હતા..

તેમજ જેવું તેવું ટ્રેક્ટર શીખવાડી પણ દીધું હતું. એટલા માટે લતાબેન ફરીવાર ટ્રેક્ટર શીખવા માટે મહેનત કરવા લાગ્યા હતા. અને જોતજોતામાં તેઓ ટ્રેક્ટર શીખી ગયા હતા. ત્યારબાદ તેઓએ પોતાના પતિની જેમ જ ટ્રેક્ટર ચલાવી ને ખેતરમાં મજૂરી કામ કરવાનું શરૂ કરી દીધું હતું..

તેમજ તેવો સાથે સાથે પશુપાલનનો ધંધો પણ કરતા હતા. અને પોતાના ત્રણેય બાળકોને ભરણપોષણ કરીને સારું શિક્ષણ અપાવતા હતા. 50 વિઘા જમીનમાં જુદાજુદા પાક લઈને લતાબહેન ખૂબ સારી કમાણી કરવા લાગ્યા હતા. જેના કારણે તેઓએ પોતાની બંને દીકરીઓને ભણાવી-ગણાવી બાદ ખૂબ રંગેચંગે પરણાવી હતી..

હાલ તેનો એક દીકરો અશોક પણ તેમની મદદ કરી રહ્યો છે. અશોકે તેની માતાને જણાવ્યું છે કે, મને પણ ટ્રેક્ટર શીખવાડી દો. એટલા માટે હું પણ તમારી મદદ કરી શકું. લતાબેન એ કહ્યું છે કે, જ્યાં સુધી મારા શરીરમાં તાકાત રહેશે ત્યાં સુધી હું હજી આ કામ કરીશ. સામાન્ય રીતે ઘરના મોભી નો અવસાન થતાં સમગ્ર પરિવાર ભાંગી જતો હોય છે.

અને ત્યારબાદ તેઓને જીવનમાં શું કરવું અને શું નહીં તેનો ખ્યાલ રહેતો નથી. પરંતુ લતાબેન પતિના અવસાન બાદ પણ હિંમત હારી ન હતી. અને ૫૦ વીઘા જમીન ને એકલા હાથે ખેડી બતાવીછે. તેઓએ કોઈપણ પ્રકારનો વિચાર કર્યો ન હતો કે સમાજ મારી શું વાતો કરશે હાલ ઉમરાછી ગામ ના લોકો પણ કહી રહ્યા છે કે, અમને અમારા ગામ પર ગર્વ છે કે અમારા ગામમાં દરેક લોકોમાં હિંમત અને સાહસ ફૂટી ફૂટીને ભર્યું છે. હકીકતમાં દરેક લોકોએ આ મહિલા પાસેથી પ્રેરણા લેવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *