ગુજરાત સહિતના ઘણા બધા રાજ્યોમાં કડક દારૂ બંધીની જોગવાઈઓ નાખવામાં આવી છે. પરંતુ સૌ કોઈ લોકો જાણે છે કે જે રાજ્યમાં દારૂબંધી છે. તે જ રાજ્યમાં સૌથી વધારે દારૂનું વેચાણ થાય છે. ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત વિસ્તારમાં દારૂનું ઘૂસણખોરી કરીને વેચાણ કરવું એ ખુબજ ખોટી બાબત છે..
પોલીસને બાતમી મળતા ની સાથે જ આવા કેટલાય લોકોને દબોચી લેવામાં આવતા હોય છે. પરંતુ બુટલેગરો પણ ખુબજ ભેજાબાજ હોય છે. કારણ કે તેઓ અવારનવાર ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે એવી બધી તરકીબો બનાવતા હોય છે જેની પોલ ખુલતાની સાથે જ કોઈ લોકો માથું પકડી લેતા હોય છે..
હાલ અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ભાજપના યુવા મોરચાના નેતા 24 પેટી દારૂ સાથે પકડાઈ ગયા છે. પોલીસના રિપોર્ટ અનુસાર ભાજપના યુવા મોરચાના નેતા દલપત પરમાર દારૂના કાળા કારોબાર સાથે જોડાયેલા હોવાની માહિતી મળી હતી. જેઓને બાતમીના આધારે સંજય પરમાર સાથે ઇંગલિશ દારૂનું વેચાણ કરતા પકડી પાડયા છે.
ગુજરાતમાં કડક દારૂબંધી છે. આ દારુબંધી ને લઈને મોટા મોટા અધિકારીઓને પણ કડક સુચના આપવામાં આવતી હોય છે કે દારૂ જેવા નશીલા પદાર્થો ને ગુજરાતની સીમામાં ઘૂસણખોરી કરતાં અટકાવવામાં આવે. પરંતુ બુટલેગરો કોઈપણ પ્રકારની શેહશરમ રાખતા નથી અને ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે.
પોલીસને દલપત પરમાર પાસેથી 24 પેટી દારૂ એક ગાડી અને મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. તેના ફેસબુકના પ્રોફાઈલ પરથી જાણી શકાય છે કે તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે. તેમજ ભાજપના સિનિયર નેતાઓ સાથેના ફોટા પણ દેખાઈ આવ્યા છે. આ મામલો સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે આ નેતાઓ જનતાની સેવા કરશે કે પછી દારૂ જેવા કાળા ધંધા કરશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]