Breaking News

21 વર્ષની યુવતી એક સાથે દવાના 40 ટીકડાઓ ગટગટાવીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ જાણીને દરેક માં-બાપ વિચારમાં મુકાઈ જશે..!

આજકાલના યુવક યુવતીઓને સતત મોટીવેશન આપતો રહેવું પડે છે. જેથી કરીને તેઓને ભવિષ્યમાં આવનારા તમામ પડાવની તૈયારીઓ સારી રીતે થઈ શકે. દરેક માતા-પિતા તેમના બાળક-બાળકીઓને લઈને ખૂબ જ ચિંતા કરતા હોય છે. કારણ કે આવનારા સમયમાં દરેક ક્ષેત્રમાં ખૂબ જ વધારે કોમ્પિટિશન રહેલી છે.

શું તેમનો બાળક આ કોમ્પીટીશનને પસાર કરીને સફળ બની શકશે કે નહીં..? વગેરે જેવી ખૂબ જ ચિંતા રહેલી હોય છે. જેના કારણે માતા-પિતા તેમના બાળકોને ભણવા ઉપર વધારે દબાણ આપે છે.. પરંતુ મા-બાપે બાળકના મનની કેપેસિટીને સમજવી જોઈએ હાલ ખૂબ જ ચોંકાવી દે તેઓ એક બનાવો અમરેલીના ચિતલ રોડ ઉપરથી સામે આવ્યો છે..

જ્યાં એક સોસાયટીની અંદર એક પરિવાર રહે છે. પરિવારની 21 વર્ષની દીકરી એમ.એલ.ટીની પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. છેલ્લા ઘણા સમયથી તે તૈયારી કરતી હતી. અને મન લગાવીને વાંચતી હતી. પરંતુ પરીક્ષા આપ્યા બાદ જ્યારે આ પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું હતું ત્યારે પરીક્ષાની અંદર નાપાસ થવાની બીકને કારણે તે ખૂબ જ ટેન્શનમાં રહેતી હતી..

ક્યારેક ક્યારેક જમવાનું પણ ભૂલી જતી હતી અને આખો દિવસ હતાશ બેસી રહેતી હતી. એવામાં તેને કોઈ સારા અને સજ્જન વ્યક્તિના સાથ સહકાર અને વાતચીતની જરૂર હતી. પરંતુ આ પ્રકારની હુફ તેને ન મળતા તેણે કોઈ બીમારીની દવાના એક સાથે 40 ટીકડાઓ પી લીધા હતા. એક સાથે 40 દવા પીઈ જતા જ તેની હાલત બગડવા લાગી હતી..

અને ધીરે ધીરે ઉલટીઓ પણ થવા લાગી હતી. પરિવારને જાણ થઈ કે તેમની દીકરી આ પગલું ભર્યું છે. અને જીવ ટૂંકાવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવી હતી. ત્યાં સારવાર પરના તબીબો એ જણાવી કે જો તમે તમારી દીકરીને લાવવામાં થોડુંક મોડું કરે તો કદાચ આજે તમારી દીકરી આ દુનિયામાં જીવતી રહી હોત નહીં..

પરંતુ તમે સમયસર હોસ્પિટલ પહોંચી ગયા છો. એટલા માટે તમારી દીકરીનો જીવ બચી ગયો છે. દીકરીએ કરેલી આપઘાતના પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો અને અંતે તેનો જીવ બચી ગયો છે. પરંતુ આ મામલો સામે આવ્યા બાદ અમે અમારા ન્યુઝ પોર્ટલના મધ્યામથી તમને જણાવી રહ્યા છીએ કે જ્યારે બાળકો ખૂબ જ અઘરી પરીક્ષાઓનો સામનો કરે છે..

અને પરીક્ષા આપ્યા બાદ રીઝલ્ટની રાહ જોઈને બેઠા હોય ત્યારે માતા-પિતાએ સતત તેમની સાથે વાતચીત કરવી જોઈએ. અને તેમના ટચમાં રહેવું જોઈએ બાળકને શું પ્રોબ્લેમ હોય છે. તેમજ તેના મનમાં શેનો ડર રહેલો છે..? આ તમામ બાબતો જાણીને તેને સુલજાવાનો પ્રયત્ન કરવો જોઈએ. હંમેશા બાળક સાથે મિત્ર બનીને રહેવું જોઈએ. જેથી કરીને આ પ્રકારના બનાવ ક્યારેય સામે આવે નહીં.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *