આપણા દેશની સરહદ પર દેશના ફૌજી સૈનિકો દિવસ-રાત તનતોડ મહેનત કરીને રક્ષણ કરી રહ્યા છે. જેથી કરીને દેશમાં રહેલા ૧૩૦ કરોડ નાગરિકો સુખ-શાંતિ પોતાનું જીવન જીવી શકે એટલા માટે દેશના ફૌજીઓ તડકો અને ઠંડી સહન કરીને દેશનું રક્ષણ કરી રહ્યા છે. પરંતુ પાડોશી દુશ્મન દેશો અવારનવાર ભારતમાં ઘૂસણખોરી કરવાની પ્રયાસો કરતા હોય છે..
આ ઉપરાંત કેટલીક વખત તેઓ હુમલા પણ કરે છે. પરંતુ આપણા દેશના સૈનિકો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. કશ્મીરના રાજૌરીમાં વારંવાર હુમલાઓ થતા રહે છે. રાજોરી વિસ્તારમાં એક ખૂબ મોટા નેતા રહે છે. તેમના ઘર પર કેટલાક લોકોએ હુમલો કરી દીધો હતો. ઘરની અંદર નેતા અને તેમનો પરિવાર રહે છે..
પરિવારમાં તેમના પૌત્ર માત્ર બે વર્ષનો હતો. જેનું નામ છે વીર સિંહ હતું. એક દિવસ સવારથી જ તે ખુબ જ રડી રહ્યો હતો. એટલા માટે તેની માતા તેના બે વર્ષના દીકરા માટે બટાકાની ચિપ્સ બનાવવા માટે રસોડામાં ગઈ હતી. પરંતુ બે વર્ષનો દીકરો સતત રડી રહ્યો હતો અને ભૂખ્યા અને તરસ્યા જ પોતાના પલંગ ઉપર આંખ મીંચીને સૂઈ ગયો હતો..
જ્યારે માતા રસોડામાં રાંધી રહી હતી. એવામાં અચાનક જ તેમના ઘર ઉપર હુમલો થયો હતો. અને છતની સાથે મકાનની દિવાલો પણ તૂટી પડી હતી. જેની નીચે તેમનો સૂતેલો દીકરો દટાઈ ગયો હતો. જ્યારે પરિવારના અન્ય સભ્યો સમયસૂચકતા દાખવીને બહાર નીકળી ગયા હતા. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે..
જ્યારે પરીવારના લાડકવાયા પૌત્ર કે જેમની ઉંમર માત્ર બે વર્ષની હતી. તેમનું મૃત્યુ થયું છે. તરસ્યો રડતો રડતો તે સૂઈ ગયો. એવું પણ વિચાર્યું હશે કે, આ દીકરાએ એક વખત આંખ મીંચી હવે તે ક્યારેય આંખ નહીં ખોલે ઊંઘમાં ને ઊંઘમાં જ તેનું મૃત્યુ થયું છે. એ બાજુ તેમના ઘર ઉપર હુમલો થયો છે. અને તેનો દીકરો હંમેશા માટે સુઈ ગયો છે..
આ દીકરાના કોઈએ રડતા રડતા સૌ કોઈ લોકોને જણાવ્યું છે કે, તેના ભાઈના પરિવારજનો ઉપર વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે. તેમને સુરક્ષા પૂર્ણ પાડવામાં આવે તેમજ આ પરિવારજનોને યોગ્ય ન્યાય આપવામાં આવે. કારણ કે પરિવારે ઘણું ઘણું ભોગવ્યું છે. અને હવે પરિવારને તેમના માત્ર બે વર્ષના દીકરાને ગુમાવવાનો વારો આવ્યો છે.
નેતાના ઘર ઉપર હુમલો થયા બાદ તેઓએ જણાવ્યું છે કે, તેઓ હંમેશા તે વિસ્તારના લોકોની ભલાઈ માટે જ કામ કર્યું છે. અને ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી. થતાં તેમના પર વારંવાર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. અને હવે તો હુમલા કરતાં જ તેમના પરિવારજનોના જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે. આ બાબતને લઈને તેઓએ સરકારને સુરક્ષા પૂર્ણ કરવા માટે જણાવ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]