Breaking News

2 વર્ષમાં 6 વાર ખેડૂતની કિસ્મત ચમકી, ખેતરની જમીન ખોદતા જ મળ્યા અબજો રૂપિયાના હીરા.. વાંચો..!

કહેવાઈ છે ને કે સિધ્ધી તેને જ જઈ વળે જે પરસેવે નહાય.. ખેડૂતો ખેતરમાં ખુબ જ મહેનત કરીને પાક ઉગાડતા હોઈ છે. પરતું છેલ્લા ઘણા સમયથી આપડે જોઈએ છીએ કે કોઈને કોઈ કુદરતી આફતોને લીધે ખેડૂત ભાઈને પાકનું પુરતું વળતર મળતું નથી. અતિશય વરસાદ તેમજ માવઠા અને વાવાઝોડાને કારણે ખેતીમાં ભારે નુકસાની થતી આવે છે…

પરતું આજે અમે વાત કરીશું મહેનત અને ફળની.. જે વ્યક્તિ મહેનત કરે છે તેને કોઈને કોઈ બહાને ફળ આપતા હોઈ છે. જ્યારે વ્યક્તિનું ભાગ્ય જોર પર હોય છે ત્યારે તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના એક ખેડૂતની કિસ્મત એટલી બધી કમાલ કરી રહી છે કે તેને આ બે વર્ષમાં છઠ્ઠી વખત જમીનમાં હીરો મળ્યો.

સરકાર પાસેથી લીઝ પર લીધેલી જમીનના ખોદકામમાં ખેડૂતને 6.47 કેરેટનો કીમતી હીરો મળ્યો છે. કાચા હીરાની હરાજી કરવામાં આવશે અને સરકારની રોયલ્ટી અને ટેક્સ બાદ કરીને તેની રકમ ખેડૂતને આપવામાં આવશે, એમ અધિકારી જૈને જણાવ્યું હતું. અંગત અંદાજ મુજબ, હરાજીમાં 6.47 કેરેટના હીરાની કિંમત 30 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

પન્ના જિલ્લાના પ્રભારી હીરા અધિકારી નૂતન જૈને શનિવારે જણાવ્યું કે, જરુઆપુર ગામના ખેડૂત પ્રકાશ મઝુમદારને આ હીરો મળ્યો છે. આ 6.47 કેરેટના હીરાને આગામી હરાજીમાં વેચાણ માટે મૂકવામાં આવશે અને સરકારની માર્ગદર્શિકા અનુસાર તેની કિંમત નક્કી કરવામાં આવશે.

ખેડૂત પ્રકાશે કહ્યું, અમે પાંચ ભાગીદાર છીએ. અમને 6.47 કેરેટનો હીરો મળ્યો છે. જે અમે સરકારી ડાયમંડ ઓફિસમાં જમા કરાવ્યા છે. હું હરાજીની આવક મારા ચાર સાથીદારો સાથે શેર કરીશ. તેણે જણાવ્યું કે તેને ગયા વર્ષે આ જ જમીનમાંથી 7.44 કેરેટનો હીરો મળ્યો હતો. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં 2 થી 2.5 કેરેટના અન્ય ચાર કિંમતી હીરા પણ અહીંથી ખોદવામાં આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રાજપૂત યુવકે કરી બંને હાથોથી તલવારબાજી, આવી તલવારબાજી બીજે ક્યાંય નહી જોઈ હોઈ.. જુવો વિડીયો..!

તલવારબાજી નું નામ સાંભળતા જ સૌ કોઈને તલવારબાજી કરવાનું મન થઈ જાય છે પરતું પોતાની …

Leave a Reply

Your email address will not be published.