Breaking News

2 દીકરી બાદ ત્રીજી દીકરીનો જન્મ થતા જ માથાફરેલા બાપે તેની જન્મેલી દીકરી અને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા, ઊંઘ ઉડાડતો કિસ્સો..!

આજકાલના ઝડપી યુગમાં સહેજ અમથો ગુસ્સો પણ કોઈ વ્યક્તિનો જીવ લઈ લે છે. આ ઉપરાંત દીકરા મેળવવાની લાલચમાં કેટલી બધી દીકરીઓની બલી પણ ચડાવી દેવામાં આવતી હોય છે. આમાં ઘણા બધા માતા પિતાની કાળી કરતુતો પાછળના સમયમાં સામે આવી ચૂકી છે..

સમાજમાં આવાર નવાર આવી ઘટનાને લઇ સૌ કોઈ લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવતી હોય છે કે, દીકરાની લાલચમાં દીકરીઓને શા માટે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. આ જાગૃતતાને આધારે ઘણા બધા લોકોને સમજણ આવી ચૂકી છે. પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક ઘણા ખરા લોકો એવા છે કે, જે આ બાબતને સમજી શક્યા નથી..

અને દીકરી જન્મતાની સાથે જ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. ફરી એકવાર સમાજના સૌ કોઈ લોકો માટે આંખો ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે. આ બનાવો જોધપુર જિલ્લાના ખેડાપા પાસે આવેલા ડામરા ગામમાંથી સામે આવ્યો છે. અહીં સુખદેવ ભડલા ગામનો 40 વર્ષનો યુવક તેની 30 વર્ષની પત્ની સીતા સાથે રહેતો હતો..

સુખદેવ અને સીતાને સુખી લગ્નજીવન દરમિયાન બે દીકરીઓનો જન્મ થયો હતો. ત્યારે તેની પત્ની ગ.ર્ભ.વ.તી હતી. અને સુખદેવને એવી ઈચ્છા હતી કે હવે તેની પત્ની દીકરાને જન્મ આપશે અને પરિવારમાં સૌ કોઈ લોકો આ દીકરા આવવાની ખુશીની ઉજવણી કરી શકશે, થોડા દિવસ પહેલા જ સીતાએ હોસ્પિટલમાં એક સંતાનને જન્મ આપ્યો હતો.

પરંતુ આ સંતાન દીકરો નહીં પરંતુ દીકરી જન્મી હતી. જ્યારે સુખદેવને જાણકારી મળી કે, તેની પત્નીએ દીકરીને જન્મ આપ્યો છે. ત્યારે તેના ચહેરા ઉપર ખુશીને બદલે દુઃખનું નિશાની જોવા મળી હતી. સુખદેવ તેની પત્ની સીતાને ત્રીજી બાળકીના જન્મને લઈને મહેણા ટોણા મારતો હતો અને કહેતો કે, હવે તું ક્યારે દીકરાને જન્મ આપી શકીશ..

આ ઉપરાંત સીતાએ પણ તેના પતિ સુખદેવને જણાવ્યું કે, ભગવાન દીકરો આપે કે દીકરી બંને સરખા જ હોય છે. આ ઉપરાંત દીકરો અને દીકરીની કોઈપણ બાબતેના હાથમાં હોતી નથી. ભગવાન આપણને જે આપે છે. તે સારા માટે જ આપે છે. પરંતુ સુખદેવ તેની પત્ની સીતાની આ વાત સમજી શક્યો નહીં.

અને તેના પર ગુસ્સે ભરાઈ ગયો હતો. તેણે તેની તાજી જ જન્મેલી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી અને ત્યારબાદ તેની પત્નીને પણ હું તને ઘાટ ઉતારીને ફેંકી આવ્યો હતો. બીજે દિવસે જ્યારે રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓએ તાજી જન્મની આ દીકરીને મળેલી હાલતમાં જોઈ ત્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા..

આ મામલાની તપાસ થતા થતા વાત સુખદેવ સુધી પહોંચી સુખદેવની પૂછપરછ કરતા જણાયું કે, તે ગોવિંદપુરાના માનસ નગર પાસે રહે છે. અને તે સોલાર પ્લાન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી કરે છે. તેને જણાવ્યું કે, તેની દીકરીને પીવા માટે દૂધ મળ્યું નહીં. એટલા માટે તે મરી ગઈ હશે.

આ ઉપરાંત તેની પત્ની પણ છેલ્લા બે દિવસથી ઘરેથી ગાયબ છે. તેવું જણાવ્યું હતું, તે પોતાની ખોટી ખોટી વાતો કહીને પોલીસને ગોળ ગોળ ફેરવવાની કોશિશ કરતો હતો. પરંતુ પોલીસની કડક પૂછતાછ અને શંકાના આધારે તેને સત્ય બોલાવરાવી નાખ્યું હતું. જેમાં સુખદેવ એ કબૂલી લીધું કે તેણે જ તેની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે.

તે બે દીકરીઓ બાદ દીકરા મેળવવાની લાલચમાં હતો, પરંતુ તેની પત્ની દીકરીને જન્મ આપતા તેને ખૂબ જ દુઃખ લાગી આવ્યું હતું. અને તેણે તેની પત્ની સહિત તેની ત્રીજી દીકરીને પણ મોતને ઘાટ ઉતારી દીધી છે. તેની મોટી બંને દીકરી તેમના માસીના ઘરે રહેવા માટે ગઈ હતી.

જ્યારે આ ચોંકાવતો કિસ્સો સામે આવ્યો ત્યારે સૌ કોઈ લોકોના માથા શરમથી નીચે ઝૂકી ગયા હતા કે, આખરે સુખદેવ શું કરી બેઠો છે. તેને એક વાર વિચાર નહીં આવ્યો હોય કે આ માસુમ તાજી જન્મેલી દીકરી ઉપર શું વીતી હશે જ્યારે સુખદેવ તેને મોતને ઘાટ ઉતારતો હતો. શરમવગરના સુખદેવના આ કામ બદલ પરિવારને પણ શરમનો અનુભવ કરવો પડી રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *