2 દીકરાને રેઢા મૂકીને જીજાજી તેની સાળીને ભગાડીને લઈ ગયો, અને પછી તો થયું એવું કે જાણીને પરિવારજનો હોશ ખોઈ બેઠા..!

બિહાર રાજ્યની રાજધાની પટણામાં એક સંબંધોને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક પરણીત યુવકે પોતાની જ સાળી સાથે પ્રેમ થઈ જતા તેની સાથે ભાગીને લગ્ન કર્યા છે. બિહાર રાજ્યની રાજધાની પટનામાં ગૌતમ કુમાર રહે છે. તેણે વર્ષ 2003 માં પિન્કી કુમારી નામની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા…

લગ્ન બાદ તેઓ એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. તેમને એક 13 વર્ષનો દીકરો અને 8 વર્ષની દીકરી છે. પરંતુ થોડા મહિના પહેલાં અચાનક જ તેમના આ સુખી સંસારમાં એક મુશ્કેલી આવી પડી હતી. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર ગૌતમ કુમારે આજથી 6 મહિના પહેલા તેના બંને બાળકો અને પત્નીને છોડીને બીજા લગ્ન કર્યા હતા…

આ જાણીને પિંકી કુમારીને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો. પરંતુ જ્યારે તેને તે જાણવા મળ્યું કે ગૌતમકુમારે પિંકીના જ કાકાની દીકરી અંજલી કુમારી સાથે લગ્ન કર્યા છે. તે જાણીને તેને જોરદાર ઝટકો લાગ્યો હતો. ગૌતમ કુમાર જ્યારે પિંકી સાથે તેના પિયર જતો હતો. ત્યારે તે અને અંજલી કુમારી મળતા હતા…

આ ઉપરાંત તેઓ ફોન પર પણ વાતચીત કરતા હતા. આ દરમિયાન તેમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પિંકી કુમારીને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તે ગભરામણ માં આવી ગઈ હતી જેથી તેણે તરત જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી…

પોલીસે ફરિયાદ પછી તરત જ ગૌતમ કુમાર અને અંજલી કુમારીને શોધખોળ શરૂ કરી દીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પશ્ચિમ બંગાળ રાજ્યના કોલકત્તાની એક હોટલમાં તે બંને રોકાયેલા છે. બિહાર પોલીસે કોલકત્તાના પોલીસની મદદથી ગૌતમકુમાર અને અંજલી કુમારીને ઝડપી લીધા હતા…

જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે બંને સ્વીકાર કર્યો કે તેઓ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. પરંતુ પહેલી પત્ની હોવા છતાં બીજા લગ્ન કર્યા ના ગુનામાં ગૌતમ કુમારની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. તેમજ પિંકી કુમારી અને તેમના બંને બાળકોને વળતર આપવા માટેની માંગ કરવામાં આવી છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment