બે દીકરીના જન્મ બાદ પત્નીને દીકરો ન થતા પતિ ગાંડો થયો, પુત્ર ઘેલછામાં પોતાની પત્નીને કરવા લાગ્યો એવું કે… વાંચો..!

આજકાલ કેટલાક લોકો પુત્ર મેળવવાની ઘેલછામાં એવું કરી રહ્યા છે કે, જે જાણતા જ ભલભલા લોકોને રીતસરનો પરસેવો છૂટવા લાગે હકીકતમાં પુત્ર હોય કે પુત્રી બંનેને સમાન દરજ્જો આપીને પાલનપોષણ કરવું જોઈએ. તેમજ તેમને ભવિષ્યની સારી રાહ ચિંધીને પ્રગતિના માર્ગે દોરવા જોઈએ. પરંતુ આજકાલ ક્યાંકને ક્યાંક હજુ પણ દીકરાને દીકરીમાં સમાનતા રાખવામાં આવતી નથી..

જે લોકો સમજુ છે, તેઓ દીકરા અને દીકરીમાં કોઈ પણ તફાવત રાખતા નથી. પરંતુ હજુ કોઈક વિસ્તારોમાં અંદરખાને એવા બનાવો બને છે કે જ્યાં પુત્ર મેળવવાની ઘેલછામાં દીકરીઓની અંદર જ મારી નાખવામાં આવે છે. ગાંધીનગરના પેથાપુરમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. મૂળ રાંધેજા ખાતે પિયરમાં રહેતી રાધિકા નામની એક મહિલાના લગ્ન 2005ની સાલમાં ગાંધીનગરના પેથાપુરમાં રહેતા વિશાલ સાથે થયા હતા..

વિશાલ જીઈબી કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. લગ્ન થયા પછી વિશાલને કેવડિયા નર્મદા પાસે જીઇબીમાં નોકરી મળી હતી. એટલા માટે પતિ પત્ની બંને કેવડિયા ખાતે રહેવા માટે ચાલ્યા ગયા હતા. લગ્નના એક વર્ષ સુધી લગ્નજીવન ખૂબ જ સારું ચાલ્યું. લગ્ન જીવનમાં રાધિકાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. પરંતુ વિશાલને પુત્ર મેળવવાની લાલચ હતી અને દીકરીનો જન્મ થતા તેનું વર્તન ખૂબ જ બદલાઈ ગયું હતું..

અને ધીમે ધીમે તેની પત્નીને ત્રાસ પહોંચાડવા લાગ્યો હતો. અને અચાનક સ્વભાવમાં પણ બદલાવા આવી ગયો હતો. આ તમામ બાબતો સહન કરીને રાધિકા પોતાનું મન શાંત રાખતી હતી. પરંતુ તેનો પતિ વારંવાર મારીને કહેતો કે જો મને લગ્ન પહેલા જ નોકરી મળી ગઈ હોત તો તારા બાપા મને દહેજમાં ખૂબ સારી વસ્તુઓ આપેત..

હવે મને નોકરી લાગી ગઈ છે, તો હવે તું તારા પિતાના ઘરેથી ગાડી લઈ આવજે.. તે રોજ રોજ રાધિકા ઉપર ત્રાસ ગુજારવા લાગ્યો હતો થોડા વર્ષોમાં ફરી એક વખત રાધિકાએ બીજી દીકરીને જન્મ આપ્યો હતો. આ દીકરીને જન્મ દેતા જ તે ફરી એક વખત ખૂબ જ ગુસ્સે ભરાયો અને તેની પત્નીને ખરાબ ભાષામાં ગાળો પણ દેવા લાગ્યો હતો.

આ ઉપરાંત એ મારપીટ પણ કરવા લાગ્યો, રાધિકાને આ મારમાંથી છોડાવવા માટે પાડોશીઓ પણ દોડી આવતા હતા. વિશાલની નોકરીએ બદલી થતાં તેઓ વડોદરા રહેવા ગયા. જ્યાં વિશાલ દારૂ પીને ઘરમાં ઝઘડા કરવા લાગ્યો અને તેની પત્ની ઉપર ઊંધી રીતે શંકા કરતો હતો. દિન પ્રતિદિન એટલો બધો ત્રાસ આપી રહ્યો હતો કે, હવે રાધિકાને તેની બંને દીકરીઓને લઈને ક્યાં જવું તેની સમજ પડતી હતી નહીં..

આ ઉપરાંત તે તો કે તું મને દીકરો આપી શકતી નથી. તે મારી તમામ જિંદગી બગાડી નાખી છે. પુત્ર માટે અંધ બનેલો આ બાપ તેની પત્નીને કોઈ તાંત્રિક કે ભુવા પાસે જઈને વિધિ કરાવવા માટે મજબૂર કરતો અને કહેતો કે હવે તો તારે દીકરાને જન્મ આપવો જ પડશે. આ ઉપરાંત સતત પૈસાની માંગણી કરતો હતો એટલા માટે રાધિકાએ પોતાના પિયરથી બે લાખ રૂપિયા લઈ વિશાલને આપ્યા હતા…

છતાં પણ તે રાધિકાને ગડદા પાટુનો માર મારીને બંને દીકરીઓને ઘરની બહાર કાઢી મૂકતો. નાની-નાની બે દીકરીઓને રાધિકા પોતાના ખોળામાં તેડી અંતે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવા પહોંચી ગઈ હતી. જ્યારે આવા બનાવો સામે આવે છે, ત્યારે સૌ કોઈ લોકો વિચારવા પર મજબૂર બની જાય છે કે, આખરે આ લોકો પુત્ર મેળવવાની ઘેલછામાં શું શું કરી બેસે છે, તેનું નક્કી હોતું નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment