Breaking News

2 ભેજાબાજ યુવકો ATM સાથે ચેડા કરીને આવી લગાડતા બેંકોને ચૂનો, કરતુંતો જાણી તમે પણ હલબલી જશો..!

હાલમાં છેતરપિંડીની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. દિવસેને દિવસે છેતરપિંડીની ઘટનાઓ ઘટવાને બદલે વધી રહી છે. લોકો બીજા લોકોને લૂંટીને તેમના પૈસા પડાવી રહ્યા છે. આવી ઘટનાઓ બનતા ઘણા બધા લોકોની જીવન કમાણીને લુંટેરાઓ લૂંટી રહ્યા છે. અવારનવાર બીજા લોકોને પોતાની લાલચમાં લઈને તેની સાથે છેતરપિંડી કરી રહ્યાની ઘટના ખૂબ જ બની રહી છે.

પરંતુ હાલમાં આવી ગંભીર એક છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં ATM મશીન સાથે ચેડા કરીને બેંકને લૂંટવામાં આવી રહી છે. બેંક સાથે મોટી છેતરપિંડી કરી રહ્યા છે. આવી જ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરમાં બે યુવકો ATM મશીન સાથે ચેડા કરીને બેંક સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. આ બંને યુવકો હરિયાણાના હતા.

બંને યુવકોના નામ રાહુલ સાજીદ ખાન અને મોહમ્મદ ઇલિયાશ હતું. આ બંને યુવકો અવારનવાર છેતરપિંડી કરીને બીજા લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા હતા અને હાલમાં બંને યુવકોએ મળીને મોટી છેતરપિંડી કરવાનું ચાલુ કર્યું હતું. જેમાં તેઓ અમદાવાદ શહેરમાં આવીને અમદાવાદ શહેરના ATM મશીનની ઓફિસોમાં ઘૂસતા હતા. ATM મશીન પાસે જઈને કાર્ડ ઘસતા હતા.

નાણાં ઉપાડવા માટે રકમ આપતા હતા. ત્યારબાદ નાણા ઉપાડવા માટે નાણા જેવા મશીનમાંથી બહાર આવતા હતા. કે બહાર આવે એટલે તેઓ અડધા મશીનની અંદર અને અડધા મશીનની બહાર એમ પકડીને ઉભા રહેતા હતા. આમ થોડીવાર પકડીને ઉભા રહેતા હતા. આવી રીતે મશીનમાં પૈસા પકડી રાખવાને કારણે મશીનનો ટાઈમ આઉટ થઈ જતો હતો.

ટાઈમ આઉટ થતા જ તેઓ નાણા બહાર કાઢી લેતા હતા. જેને કારણે બેંકમાં આ નાણાં નીકળ્યાની કોઈ જ એન્ટ્રી થતી ન હતી. જે લોકોના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડતા હતા. તેઓ બેંકમાં ફરિયાદ કરે ત્યારે સાત દિવસમાં તેઓને પૈસા પરત મળી જતા હતા. જેને કારણે એકાઉન્ટરોને પૈસા પરત મળી જતા હતા પરંતુ બેંક સાથે મોટી છેતરપિંડી થઈ રહી હતી.

આવું અવારનવાર થવાને કારણે બેંકના અધિકારીએ સાઇબર ગ્રામ ક્રાઈમને આ ઘટનાની જાણ કરી હતી. સાયબર ક્રાઈમના કર્મચારીઓએ તપાસ દરમિયાન આ છેતરપિંડીનું કાવતરું બહાર આવ્યું હતું. બંને યુવકોને હરિયાણાના રીલીફ રોડ પરથી સાયબર ક્રાઈમના કર્મચારીઓએ પકડી પાડવામાં આવ્યા હતા.

બંને યુવકો પાસેથી લાખો રૂપિયા ઝડપી લેવામાં આવ્યા હતા. આવી અવારનવાર બધી છેતરપિંડીને કારણે હાલમાં લોકોની સાથે-સાથે બેંકો પણ લૂંટાઈ રહી છે. લુંટેરાઓ અવનવી તડકીબો કરીને પૈસા લુંટી રહ્યા છે. આજકાલ લોકોને ડગલે ને પગલે સાવચેત રેહવું પડે છે. કારણ કે આ ડીજીટલ જમાનામાં કોણ ક્યારે ચૂનો ચોપડી દે તેનું નક્કી હોતું નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *