Breaking News

એવું તો શું થયું કે માતા એ પોતાની સગી 18 દિવસની ફૂલ જેવી બાળકીને પુલ પરથી નદીમાં ફેંકી દીધી..! વાંચીને રુંવાડા ઉભા થઈ જશે.

નાની બાળકીઓ પર તો જાણે મુસીબતના વાદળો ફાટી નીકળ્યા હોય એવી રીતે જુદા જુદા કિસ્સાઓ બને છે. થોડા દિવસ પહેલાં જ એક બાળકીને તેના સગા પિતાએ અત્યા,ચાર ગુજારી ને પીંખી નાંખી હતી. તેમાં થોડા દિવસ પહેલા એક બાળકી પર બળા,ત્કાર પણ કર્યો હતો. તેમજ વધુ એક ઘટના આજે સુરતના ઉન વિસ્તારમાંથી સામે આવી છે.

જેમાં માત્ર ૧૮ દિવસની ફૂલ જેવી કોમળ બાળકીને પોતાની સગી માતાએ પુલ ઉપરથી તાપી નદીમાં ફેંકી દીધી હતી. સગી માતા પોતાની અઢાર દિવસની બાળકી સાથે આ પ્રકારનું કાર્ય કરે તે હકીકતમાં મા ની મમતા લજવનાર કાર્ય છે. એવું તો શું બન્યું હશે કે પોતાની અઢાર દિવસની બાળકીને મોતને ઘાટ ઉતારી દેવી પડી..

સુરતના ઉન નગરમાં રહેતી સાઈન શેખ નામની મહિલાને ૧૮ દિવસ પહેલાં જ એક બાળકીનો જન્મ થયો હતો. પરંતુ તેના ઘરમાં કંકાશ તેમજ માનસિક સતામણી ના કારણે તે કંટાળી ગઈ હતી. અને પોતાની પુત્રીને તાપી નદીમાં ફેંકી દીધી હતી. આ પ્રકારનું કાર્ય કર્યા બાદ તે તરત જ પોલીસ સ્ટેશને પહોંચી ગઈ હતી.

ત્યાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યો શખ્શ તેની અઢાર દિવસની બાળકીને ઉપાડીને જતો રહ્યો છે. પરંતુ પોલીસને આ મહિલાની વાત પર પૂરતો વિશ્વાસ ન આવ્યો. તેથી પોલીસે કંઈક અલગ જ પ્રકારે પૂછતાછ ચાલુ કરી હતી. જેથી એ મહિલા ભાંગી પડી હતી.

અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. ત્યારબાદ તેણે જણાવ્યું હતું કે ,તેને પહેલા પતિથી બે બાળકોનો જન્મ થયો હતો. તેમજ તે પતિથી અલગ થયા બાદ તેણે એક વર્ષ પછી એક રિક્ષા ચાલક સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

પરંતુ પ્રેમલગ્ન કરનાર બીજો પતિ કશું કામ ધંધો કરતો ન હતો. અને સાઇન શેખ સાથે નાની નાની વાતોમાં ઝઘડો કરતો હતો. તેથી સાઈન શેખ કંટાળી ગઈ હતી. તેથી તે પોતાના પિયર ચાલી આવી હતી. પરંતુ ત્યાં પણ તેને કડવા વેણ સંભળાવતા. તે કંટાળી ગઈ અને પોતાની 18 દિવસની બાળકીને તાપી નદીમાં ફેંકી દીધી હતી.

બીજી બાજુ શુક્રવારે રાત્રે અને શનિવારે આખો દિવસ ફાયર બ્રિગેડ ટીમ દ્વારા નદીમાં માસૂમ બાળકીની શોધખોળ હાથ ધરાઈ હતી. જે બાદ આજે સવારે બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *