16 વર્ષની લાડકવાઈ દીકરીએ રૂમ બંધ કરીને ફાંસો ખાઈ લેતા પાલક પિતા દુઃખમાં સરી પડ્યા, કારણ જાણીને મગજ ચકરાવે ચડી જશે..!

રોજ રોજ જુદા જુદા જિલ્લાઓમાંથી કેટલા બધા બનાવો સામે આવે છે.. ઘરેલુ કંકાસને કારણે આર્થિક સંકળામણને કારણે કે વ્યાજ કોરોના ત્રાસ તેમજ કોઈ અગમ્ય કારણે અનુસાર કેટલા લોકો આપવા જેવું પગલું ભરીને જીવન લીલા સંકેલી લેતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં તમે સાંભળ્યું હશે કે નાની વયના યુવક યુવતીઓ પણ હવે આપઘાત જેવું ખરાબ પગલું ભરવા લાગ્યા છે..

રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ગામમાં માત્ર 16 વર્ષની એક દીકરીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ની એક હાઉસિંગ સોસાયટીની અંદર કાંતિભાઈ નો પરિવાર રહે છે. કાંતિભાઈના લગ્ન 15 વર્ષ પહેલા આશાબેન સાથે થયા હતા આશાબેનનું બીજું ઘર હોવાથી તેમના પ્રથમ સાસરે જન્મ થયેલી દીકરી બીના તેમની સાથે આવી હતી.

કાંતિભાઈએ આ દીકરીને આવકારો આપીને તેને રાજી ખુશીથી સાચવતા હતા. બીના પણ તેના પિતા કાંતિભાઈ ને જ બધું માનતી હતી. દીકરી બીના પરીક્ષાના કારણે સતત ચિંતામાં રહેતી હતી બીજા દિવસે ખૂબ જ અઘરાપેપર હોવાથી તે એટલી બધી ચિંતામાં સરી પડી હતી કે જેને જોઈને પરિવારના સભ્યો પણ વિચારમાં મુકાઈ ગયા હતા..

ભણવાના ટેન્શનને દીકરી બીના સહન કરી શકી નહીં અને અંતે તેને રૂમનું બારણું બંધ કરી પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો જ્યારે પરિવારના સભ્યોને જાણ થઈ કે તેમની દીકરી ઘણા કલાકથી બહાર આવી નથી. ત્યારે તેઓએ દરવાજો ખખડાવવાની કોશિશ કરી હતી પરંતુ બીના એ દરવાજો ન ખોલતા અંતે દરવાજો તોડી નાખ્યો હતો..

અને જોયું તો તેમની રાહ જોઈ દીકરી પંખા સાથે લડકી રહી હતી આ જોતાની સાથે જ પાલક પિતા કાંતિભાઈ હોશ ગુમાવી બેઠા હતા. જ્યારે બીનાની માતા આશાબેનના ડોળા ચડી ગયા હતા. પરિવારમાં લાડકવાઈ દીકરી ના મૃત્યુને લઈને શોકનો માહોલ છવાઈ ગયો હતો. તો ચારેકોર ગમગીની છવાઈ જતા ભારે કરુણ આક્રદ જોવા મળ્યો હતો..

આજકાલ યુવક યુવતીઓ ભણવાની ચિંતા ને લઈને ખૂબ જ નાસીપાસ થતા હોય છે. અને અંતે આપઘાતનું પગલું ભરી જીવન ટૂંકાવી દે છે. દરેક મા-બાપની ફરજ બને છે કે, જો તેમનો દીકરો કે દીકરીઓને કોઈ ટેન્શનમાં રહેતા હોય તો તેમને સાથે થયેલા તમામ પ્રોબ્લેમ વિશે ખુલ્લા મને વાતચીત કરવી જોઈએ. અને દીકરા દીકરી સાથે હળવા મનથી વાતચીત કરી તેમના તમામ પ્રશ્નનો નિવેડો લાવવો જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment