16 વર્ષની દીકરીને સારવાર ન મળતા થયું મૃત્યુ, પરિવારને દીકરીનો મૃતદેહ ઊંચકીને વહેતી વહેણમાં ચાલવું પડ્યું..વાંચો..!!

આજકાલ વરસાદને કારણે ઘણી બધી ગંભીર ઘટનાઓ જોવા મળી રહી છે. વરસાદને લીધે દરેક જિલ્લાઓમાં રસ્તાઓ ઉપર પાણી જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે નદી, તળાવ અને નાળાઓમાં પાણી ભરાવાને કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે. નદી-નાળાનું પાણી રસ્તા પરથી પસાર થતું હોવાથી ખૂબ જ ભારે પ્રવાહને કારણે રસ્તા ધોવાઈ ગયા છે.

તેને કારણે દરેક જિલ્લાઓમાં પાણીને કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીઓના સામનો કરવો પડે છે. આવી જ એક ઘટના વડોદરા જિલ્લામાં બની હતી. વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકામાં આ ઘટના બની હતી. ડભોઇ તાલુકાના સેજપુર ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમની દીકરી રહેતા હતા.

પરિવાર ખૂબ જ ખુશીથી રહેતું હતું. સેજપુરા ગામના આદિવાસી પરિવાર ઉપર આભ ફાટ્યુ હોય તેવી મુશ્કેલી આવી પડી હતી. પરિવારની દીકરીનું નામ રેણુકા મહેન્દ્રભાઈ વસાવા હતું. રેણુકાની ઉમર 16 વર્ષની હતી. રેણુકાના પિતાનું નામ મહેન્દ્રભાઈ વસાવા હતું. તેના પિતાનું મૃત્યુ ઘણા સમયે પહેલા થઈ ગયું હતું. તેને કારણે માતા-દીકરી બંને તેના મામા સાથે રહેતા હતા.

રેણુકા ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. રેણુકા છેલ્લા બે દિવસથી બીમાર હતી. બીમારીને કારણે રેણુકાને ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી. તેને કારણે માતા ખુબ જ ચિંતામાં આવી ગઈ હતી. રેણુકાને બાજુના ગામમાં આવેલી કારવણ ગામની સરકારી હોસ્પિટલમાં લઈ જવા માટે માતા અને તેના મામા નીકળ્યા હતા.

રેણુકાને પિતા ન હોવાને કારણે તેના મામા રેણુકાને હોસ્પિટલ લઈ જવા માટે નીકળ્યા હતા પરંતુ એમ્બ્યુલન્સને ફોન કરતા ગામના રસ્તાઓ તૂટી જવાને કારણે એમ્બ્યુલન્સ આવી શકી ન હતી અને રેણુકાને છત્રાલ ગામ થઈને કારવણ ગામની હોસ્પિટલમાં લઈ જવાનો વિચાર કર્યો હતો પરંતુ ગામના રસ્તાઓ પર ખૂબ જ ભારે વરસાદને કારણે પાણી વહેતું હતું.

તેથી પરીવાર રેણુકાને લઈને મંડાણા ગામ જવાના રસ્તેથી કારવણ જવા નીકળ્યા હતા પરંતુ રેણુકા બીમાર હતી અને તેને સારવાર ન મળતા આ સારવારમાં મોડું થવાને કારણે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનો મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ રેણુકાને કારવણ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને રેણુકાની તપાસ દરમિયાન ડોક્ટરે તેની મૃત જાહેર કરી હતી.

રેણુકાના મૃત્યુની જાણ થતા જ માતા અને તેના મામા ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. તેની માતા રેણુકાના મૃતદેહને પકડીને રડવા લાગી હતી. ત્યારબાદ રેણુકાની અંતિમ વિધિ માટે પોતાના ઘરે પાછી લાવવામાં આવી હતી. તે સમયે પણ રેણુકાના મૃતદેહને એમ્બ્યુલન્સમાં લઈને ખાનપુરાના રસ્તા ઉપરથી પોતાના ગામ સેજપુરા આવવા માટે નીકળી ગયા હતા.

ભારે વરસાદને કારણે ખાનપુરા ગામના પણ રસ્તા ધોવાઈ ગયા હતા. આ પછાત વિસ્તારમાં ખૂબ જ રસ્તાઓના ધોવાણને કારણે એમ્બ્યુલન્સ પણ સેજપુરા ગામ સુધી પહોંચી ન હતી અને એમ્બ્યુલન્સમાંથી દીકરીના મૃતદેહને બહાર કાઢીને મામાએ રસ્તા પર વહેતા વહેણમાંથી ચાલવું પડ્યું હતું અને પોતાના હાથથી ભાણ્કીને ઊંચકીને વહેણના ખેંચાણવાળા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.

ત્યારબાદ સહેજપુરા ગામમાંથી એક ઇકો કારના ચાલકને સામે લેવા માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રેણુકાને ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં તેના સેજપુરા ગામ પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ રેણુકાની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આમ, આવી આફત પરિવાર પર પડતાં પોતાની માસુમ દીકરીનો જીવ ગુમાવવો પડ્યો હતો.

ગામની આરોગ્ય કેન્દ્રની સુવિધા ન હોવાને કારણે પણ દીકરીએ પોતાનો જીવ ગુમાવું પડ્યો હતો. તેમજ ગામના રસ્તાઓના ધોવાણને કારણે પણ દીકરી સમયસર હોસ્પિટલના પહોંચતા તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આમ ગામના લોકો દ્વારા દીકરીના પરિવારને સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી લાગણી કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment