Breaking News

15 વીઘા જમીન નામે કરી દેવાનું કહીને મોટા પુત્રએ 60 વર્ષની સગી માતાને લાકડી વડે ઢોરમાર માર્યો, જતા જતા આપી એવી ધમકી કે… વાંચો..!

આજકાલ સંપતિઓના ભાગલાને લઈને અવારનવાર ઝઘડાવો થતાં હોવાની બાબત સામે આવતી હોય છે. જ્યારે પરિવારના દીકરા મોટા થઈ જાય અને જ્યારે તેમના વડીલ મા બાપ નિવૃત્ત થવા આવે ત્યારે તેઓ સંપત્તિના સરખા ભાગે ભાગલા કરી આપતા હોય છે. પરંતુ ભાઈઓ ભાઈઓ તેમજ ભાઈ બહેનમાં સંપત્તિના ભાગલાને લઈને ક્યાંક ને ક્યાંક અસમતા જોવા મળે છે.

જેના કારણે તેઓ સગા સંબંધો ભુલાવી દઈને એકબીજા સાથે લડાઈ ઝઘડો કરવા લાગતા હોય છે. એવા ઘણા બધા બનાવો સામે આવી ચૂક્યા છે કે, જેમાં દીકરા દીકરીઓ તેમના માતા-પિતાને સંપત્તિ ન આપવાને કારણે ઢોર મારતી હોય છે. બિચારા લાચાર મા બાપ તેઓને પાલનપોષણ કરીને મોટા કરે છે..

તેમજ તેમના લગ્ન કરાવે છે. અને અંતે તેઓને સંપત્તિ આપે છતાં પણ તેઓ ને માર સહન કરવાનો વારો આવે છે. આવા દીકરા દીકરીઓ કરતા તો સંતાન જ ન હોય તે સારું. હાલ અમરેલીના લાઠી તાલુકાના લુવારીયા ગામમાં આ પ્રકારનો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આ ગામની અંદર રમજુબેન મંગલભાઈ ખુમાણ રહે છે..

જેમની ઉંમર 60 વર્ષની છે તેમને બે દીકરા છે જેમાં મોટા દીકરાનું નામ પ્રતાપભાઈ છે જ્યારે નાના દીકરા નું નામ શિવરાજ છે તેમજ તેને એક દીકરી છે જેનું નામ ગીતાબેન છે. રમજુ બેને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જણાવ્યું છે કે, એક દિવસ તેમના ઘરે મોટો દીકરો પ્રતાપ આવ્યો હતો.

અને તેને જણાવ્યું કે મને મારા ભાગે આવતી 15 વીઘા જમીન મારા નામે કરી દો. રમજુબેન ખુમાણએ તેમના મોટા દીકરાને પ્રેમથી કહ્યું કે, જ્યારે શિવરાજને ગીતાના નામે જમીન થશે ત્યારે તારા નામે પણ જમીન કરી આપશે.. પરંતુ પ્રતાપને એની એ ઘડીએ જ પોતાના નામે જમીન કરાવી હતી..

એટલે તે ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની માતાને જ લાકડી વડે ઢોર મારવા લાગ્યો અને અપશબ્દો પણ કહેવા લાગ્યો હતો. તેણે એક પણ વાર વિચાર કર્યો નહીં કે, તે પોતાની સગી માતાને જ લાકડી વડે માર મારી રહ્યો છે. અને ઈજા પહોંચાડી રહ્યો છે. સંપત્તિની લાલચમાં આવી જઈને તેણે પોતાની જ માતા ઉપર હાથ ઉપાડી દીધો હતો. જેની ફરિયાદ માતાએ નજીકના પોલીસ મથકમાં નોંધાવી છે અને હાલ તેની સામે કાર્યવાહી થઈ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતની સાથે થયું એવું કે સવાર પડતા જ મચી ગયો ફફળાટ, પરિવાર ઉપર આફતો વરસી…!

લોકો પોતાના સ્વાર્થ માટે બીજા લોકો સાથે અવારનવાર મારામારી અને ઝઘડાઓ કરી રહ્યા છે. ઝઘડામાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *