15 દિવસથી ઘરની બહાર તાળું જોઈને પાડોશીને શંકા ગઈ, બારી તોડીને જોતા જ કરવો પડ્યો પોલીસને ફોન, આસપાસ મચી ગયો ખળભળાટ..!

કહેવાય છે કે પડોશી એ આપણો પહેલો સગો સંબંધી ભાઈ હોય છે. કારણ કે સુખ કે દુઃખની ઘડી આવી પડીએ સૌથી પહેલા પાડોશી સાથે આવીને ઊભા રહે છે. પરિવારજનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે પરંતુ જ્યાં સુધી પડોશીનો સાથ હોય છે. ત્યાં સુધી તેઓ ક્યારે હિંમત હારતા નથી.

કેટલાક પડોશીની મદદથી અન્ય પાડોશીઓને ખૂબ સારા લાભ પણ થાય છે. તો કેટલાકની મદદથી ગેરલાભ પણ થતા હોય છે. દરેક જગ્યાએ જુદા જુદા પરિણામો જોવા મળે છે. હાલ હરિયાણાના રોહતકના એક પાડોશીને પોતાની બાજુમાં રહેલા મકાનમાં કંઈક ઊંધી જ શંકા જવા લાગી હતી..

આ મકાનની અંદર એક યુવતી છેલ્લા ઘણા વર્ષોથી રહે છે. અને પોતે ખાનગી કંપનીમાં નોકરી કરીને જીવન ગુજારે છે. પડોશીઓ તેમને પોતાની જ દીકરી માનીને સાર સંભાળ કરતા હતા. તેઓએ જોયું તો છેલ્લા 15 દિવસથી આ મકાનનું તાળું ખુલ્યું હતું નહીં. આ ઉપરાંત પડોશમાં રહેતા લોકોને લાગતું હતું કે મકાનમાં રહેતી યુવતી મકાનની અંદર જ છે..

છતાં પણ ઘરની બહાર તાળું લટકાવવામાં આવ્યું છે. એટલા માટે પડોશી એ શરૂઆતમાં આ દરવાજાને ખટખટાવીને ખોલાવડાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંદરથી કોઈ પણ વ્યક્તિએ જવાબ ન દેતા તેઓએ મકાનની ઉપરની બારી તોડી નાખી હતી અને ઘરની અંદર જોયું તો દ્રશ્ય જોઈને સૌ કોઈના હોશ છૂટી ગયા હતા..

કારણ કે મકાનની અંદર રહેતી યુવતી પંખા સાથે લટકી રહી હતી. એટલું જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે, આ યુવતીએ આપઘાત કરી લીધો છે. તાત્કાલિક તેઓએ પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણ કરી, આ ઉપરાંત આ યુવતીના પરિવારજનોને પણ જાણ કરતા તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. પોલીસનો કાફલો ઘટના સ્થળે આવીને ઘરના દરવાજાને તોડી નાખ્યો….

અને ત્યાંથી અંદર પ્રવેશી જરૂરી તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, કદાચ યુવતીએ આપઘાત નહી પરંતુ તેની હ.ત્યા કરવામાં આવી છે. કારણ કે ઘરની બહાર તાળું મારવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઘરની અંદર પ્રવેશી શકાય તેવો અન્ય કોઈ રસ્તો કે અન્ય કોઈ નિશાન પણ જોવા મળ્યા નથી..

એટલા માટે તેની કોઈ હ.ત્યા કરીને તેને લટકાવી દીધી હશે, અને ત્યારબાદ ઘરની બહાર તાળું મારીને ચાલ્યા ગયા હશે. તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આ અનુમાનને પગલે જરૂરી તપાસ પણ શરૂ કરી દીધી છે. આ યુવતીએ આપઘાત કર્યો છે કે, પછી તેની હ.ત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત આ ઘટનાને લઈને કયા કયા જવાબદાર પરિબળો સામે આવે છે..

તે જાણવા સૌ કોઈ લોકો મથામણ કરી રહ્યા છે. આ ઉપરાંત પોલીસે જણાવ્યું છે કે, હાલ કશું પણ કહી શકાય તેવી માહિતીઓ મળી નથી. આ મામલે પૂરી તપાસ શરૂ કરવામાં આવશે અને તપાસ પૂર્ણ થયા બાદ જ જરૂરી નિવેદન યુવતીના પરિવારજનોને સોંપવામાં આવશે આ ઘટનાને લઈને આસપાસના પડોશીઓની સાથે સાથે યુવતીના પરિવારજનો આ ઉપરાંત તેની સાથે નોકરી કરનાર અન્ય વ્યક્તિઓની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે સૌ કોઈ લોકોનું કહેવું છે એ આ બાબતે તેમને સહેજ પણ ભનક નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment