Breaking News

115 વર્ષથી બંધ પડેલા રૂમનો દરવાજો એક દિવસ ભંગાર સમજીને તોડી નખાયો, અંદર જે ચીજવસ્તુઓ મળી તે જોઈને સૌ કોઈના ઉડી ગયા હોશ..!

રાજસ્થાન રાજ્યના ધોલપુર જિલ્લામાં થોડા દિવસો પહેલા એક એવી ઘટના બની જે જોઈને સૌ કોઈ સતબ્ધ થઈ ગયા છે. ધોલપુર જિલ્લામાં રહેલી મહારાણા સ્કૂલમાં છેલ્લા 115 વર્ષોથી ત્રણ રૂમ તાળા મારીને બંધ રાખવામાં આવ્યા હતા. આટલા વર્ષો સુધી ભંગાર સમજીને શાળાના કોઈપણ શિક્ષકોએ આ રૂમ ખોલવાનો પ્રયત્ન ન કર્યો હતો.

પરંતુ જ્યારે થોડા દિવસો પહેલા સારું મોકલવામાં આવ્યા ત્યારે અંદર રહેલી કિમતી વસ્તુઓ જોઈને સૌ કોઈની આંખો ફાટી ગઈ. આ બંધ પડેલા રૂમમાં પ્રાચીન કાળની હજારો જૂની પુસ્તકો પડેલી હતી. જ્યારે શિક્ષકોના સ્ટાફ દ્વારા આ રૂમની તપાસ કરવામાં આવી ત્યારે ઇતિહાસમાં બનેલી કેટલીક વાતો અને સંકેતો સામે આવ્યા કે જે જોઈને સૌ કોઈ ચોકી ઉઠ્યા છે.

ધોલપુરની મહારાણા સ્કૂલના શિક્ષકોએ આ રૂમ ખોલતા તેમને પુસ્તકોના રૂપમાં ખજાનો મળી આવ્યો હતો આ તમામ પુસ્તકો 19મી સદીના અંત અને 20 મી સદીના શરૂઆતના સમયના હોવાનું સામે આવ્યું છે. તે સમયે કાલ દરમિયાન મહારાણા ઉદયભાન સિંહનું રાજ ચાલતું હતું. તેઓને પુસ્તકોનો ખૂબ જ શોખ હતો.

જેથી મહારાણા ઉદયભાન સિંહ અંગ્રેજોના શાસન વખતે યુરોપ અને લંડનની યાત્રા દરમિયાન આવા પુસ્તકો પોતાની સાથે ભારત લઈને આવતા હતા. જ્યારે તમામ પુસ્તકોની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ઘણા પુસ્તકોમાં લખાણ માટે શાહીના બદલે સોનાના વરખને પીગાળીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પુસ્તકોની 19મી સદીમાં કિંમત 25 થી 65 રૂપિયા જેટલી હતી. તેમજ પુરાતત્વવિદોના જણાવ્યા પ્રમાણે તે સમયમાં એક તોલા સોનાની કિંમત 27 રૂપિયા હતી. આ પ્રમાણે આ પુસ્તકોની કિંમત હાલના સમયમાં કરોડો રૂપિયા માનવામાં આવી રહી છે. આ તમામ પુસ્તકો યુરોપ, લંડન અને ભારતમાં છપાયેલા છે.

આ પુસ્તકોના વિશાળ ભંડારમાં એક 3 ફૂટ લાંબી પુસ્તકમાં સમગ્ર વિશ્વના અનેક દેશો અને તેના રજવાડાઓના નકશા પણ છપાયેલા છે. મહારાણા સ્કૂલના આ બંધ ઓરડામાંથી નીકળેલી પુસ્તકોમાં 1905 થી 1957 ના દાયકામાં લખાયેલી પુસ્તકો પણ સામેલ છે. જેમાં ભારતનો રાષ્ટ્રીય એટલાસ, વેસ્ટન ડીબેટ, સેક્રેડ કન્ટ્રી ઓફ હિન્દુ એન્ડ બુદ્ધિશ (1906) જે અરબી, ઉર્દુ, હિન્દી અને ફારસીમાં લખાયેલી છે.

આ ઉપરાંત બ્રિટિશ બોર્ડર લેન્ડ, ઓક્સફર્ડ એટલાસ, બ્રિટાનિકા તેમજ મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર પર છપાયેલી “ધ મહાત્મા” પુસ્તક પણ સામેલ છે. આ શાળાની મુલાકાતે આવતા તમામ ઇતિહાસકારો અને પુરાતત્વવિદો આ પુસ્તકોને જ્ઞાનનો ખજાનો ગણાવી રહ્યા છે. આ શાળાના આચાર્ય રમાકાન શર્માએ કહ્યું છે કે આ બંધ ઓરડામાંથી મળી આવેલા તમામ પુસ્તકોની સારી રીતે સાચવણી કરવામાં આવશે. તેમજ ભવિષ્યના વિદ્યાર્થીઓને આ દુર્લભ પુસ્તકો દ્વારા ખૂબ જ જ્ઞાન મળી શકે છે. જેથી તેને સાચવવાની ખૂબ જ જરૂર છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *