રાજ્યમાં ક્રાઈમ રેટ ખૂબ જ વધવા લાગ્યો છે. જેમાં સૌથી વધુ બનાવો અકસ્માત, આત્મહત્યા અને .દુ.ષ્ક.ર્મ.ના નોંધાઈ રહ્યા છે. સરકારી ચોપડે આવા કેસો નોંધાતા જ સામાન્ય લોકોએ માથે હાથ મૂકી દીધા છે અને વિચારવા પર મજબૂર બન્યા છે કે આખરે આટલી બધી ગુનાખોરી કયા કારણોસર વધી રહી છે..?
હાલ રાજકોટના કુવાડવા વિસ્તારમાં માનવતાને નેવે મુકે તેવી એક .દુ.ષ્ક.ર્મ.ની ઘટના બની છે. જેમાં ૧૧ વર્ષની એક દીકરી ને હવસખોરોએ પોતાના નિશાને પીંખી નાખી છે. કુવાડવા વિસ્તારના તાબેના ગામમાં બે બહેનો તેની વિધવા માતા સાથે રહે છે. તેમના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થતાં પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું..
બંને દીકરીઓ અભ્યાસ કરી રહી છે. જ્યારે તેમની માતા કોઈને કોઈ કામ ધંધો કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. સામાન્ય વર્ગીય પરિવારની આ દીકરીને હાલ નરાધમોની કાળી કરતૂતો નો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિવારની નાની દીકરી કેજે 11 વર્ષની છે. અને ધોરણ ૬માં અભ્યાસ કરે છે..
તે બપોરના સમયે શાળાએથી છૂટીને પોતાના ઘરે આવતી હતી. ત્યારે રસ્તામાં પીપળીયા ગામનો વિશાલ નામનો યુવક અને નાગલપર ગામનો કિશન નામનો યુવક બંનેએ ઘરે જતી આ બાળકીનો રસ્તો રોક્યો હતો અને તેના મોઢે કાગળનો ડૂચો ભરાવીને તેમને ઉપાડીને કોઈ અન્ય જગ્યાએ લઈ ગયા હતા..
ત્યારબાદ તેમના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. તમે વિચારી શકો છો કે માત્ર ૧૧ વર્ષની આ બાળકી ઉપરએ સમયે શું વીતી હશે જ્યારે બન્ને નરાધમો લાજશરમ નેવે મૂકીને દીકરી પર સામૂહિક .દુ.ષ્ક.ર્મ. આચરવાના લાગ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ બંને નરાધમોએ પોતાની વાસના સંતોષી ને આ બાળકીને રસ્તા પર મૂકીને ભાગી ગયા હતા…
નરાધમોના શિકાર બનેલી આ દીકરી ખૂબ ખરાબ હાલતમાં ઘરે પહોંચી હતી. અને તેની માતાને તેની સાથે બનેલી તમામ વાતો જણાવી હતી. પરંતુ તેની માતાએ પણ તેની સાથે એવું વર્તન કર્યું હતું. જે સાંભળતાની સાથે તમને પણ ગુસ્સો આવી જશે. હકીકતમાં એક માતા તેના દરેક બાળકો નું ખાસ ધ્યાન રાખતી હોય છે..
પરંતુ અહીંયા માતાએ તેની બાળકીને બચાવવા ને તેમજ તેને ન્યાય આપવાને બદલે તેને એક રૂમમાં દોરડા વડે બાંધી ને પ્લાસ્ટિક ના પાઇપ થી ઢોર માર માર્યો હતો. અને આ કામમાં તેનો સાથ અલ્પેશ નામના એક યુવકે આપ્યો હતો. જ્યારે બાળકી ના પિતાનું અવસાન થયું હતું એ દિવસથી જ અલ્પેશ નામનો આ યુવક તેની માતા સાથે ખૂબ જ નજીકથી રહેવા લાગ્યો હતો..
અને ધીમે ધીમે બંને પ્રેમ સંબંધમાં જોડાઈ ગયા હતા. આ બાળકીને તેની માતા તરફથી આશા હતી કે તેની માતા તેને આ નરાધમોથી બચાવશે પરંતુ તેની માતાએ તેને બચાવવાને બદલે ઢોર માર મારતા દીકરી ખૂબ જ એકલી પડી ગઈ હતી અને પોતાના ઘરની બહાર બેઠી બેઠી રડતી હતી.
એવામાં મકાનમાલિકે આ દ્રશ્ય જોતાની સાથે જ તે બાળકી ની પાસે ગયા હતા. અને તેની સાથે બનેલી તમામ ઘટનાની જાણવાની કોશિશ કરી હતી. જ્યારે દીકરીએ મકાનમાલિકને તમામ બાબતોની જાણ કરી ત્યારે મકાનમાં પણ ખૂબ જ ચોંકી ગયા હતા. તેઓએ આ બાળકીની ન્યાય અપાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
અને તમામ બાબતોની જાણ પણ કરી હતી. પોલીસે આ બાળકીની માતાની તેમજ અલ્પેશ નામના યુવકની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળી કે બાળકીની માતાનો પ્રેમી અલ્પેશના બે મિત્રો કે જેનું નામ વિશાલ અને કિશન છે. આ બંને એ દીકરી ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું..
બંને યુવકો પરિચિત હોવાથી બાળકીની માતાએ બાળકીને ન્યાય આપવાને બદલે ઢોર માર મારીને ચૂપ કરાવી દીધી હતી. પરંતુ આ તમામ બાબતોની પોલ ખુલ્લી પડતા તમામ સામે કાયદેસરની કાર્યવાહી થવા જઈ રહી છે. હાલ આ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હકીકતમાં આ ઘટના વાંચ્યા બાદ સૌ કોઈ લોકોના રુંવાડા બેઠા થઈ ગયા છે કે આખરે કોઈ માતાએ પોતાની બાળકી સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે…!
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]