Breaking News

11 ફૂટનો અજગર મોટા વાંદરાને ગળી ગયો, વાંદરો પેટમાં અડધે પહોચ્યો અને થયું એવું કે…. જાણો..!

વાર્તાઓ માં તમે સાંભળ્યું હશે કે અજગર એક વાર કોઈપણ ચીજ ગળી જાય છે પછી તેને પૂરે પૂરી પચાવીને જ શાંતિ લે છે.. આ વાત બિલકુલ સત્ય સાબિત થઈ છે. વડોદરા જીલ્લામાં અજગર સાથે એવો બનાવ બન્યો છે જે જાણ્યા બાદ તમે પણ વિચારમાં મુકાઈ જશો. આજકાલ વન્ય પ્રાણીઓ જંગલ મૂકીને ધીમે ધીમે શહેરી ઇલાકામાં આવવા લાગ્યા છે…

વડોદરા જીલ્લામાં આવેલી મહીસાગર નદીના કિનારે 11 ફૂટનો અજગર જોવા મળ્યો હતો. આ અજગરને ગામના લોકોએ જોતા તરત જ ત્યાંથી ચાલતી પકડી હતી અને દુર ઉભા રઈને અજગર શું કરી રહ્યો છે તે નિહાળી રહ્યા હતા. અજગર પાણીમાંથી બહાર જમીન પર આવી ચુક્યો હતો.

કિનારા પર અજગરને જોતા તરત જ આસપાસની જાડીમાંથી કુતરા અને વાંદરાઓ ત્યાં ઘસી આવ્યા હતા અને વાંદરાઓ તો અજગરની મશ્કરી પણ કરવા લાગ્યા હતા. અજગરને ખુબ જ પજવ્યા બાદ આખરે એક વાંદરો અજગરની ચપેટમાં આવી ગયો હતો. અને  નદી કિનારે 11 ફૂટનો અજગર વાંદરાને ગળી ગયો હતો.

વાંદરાને ગળી ગયા પછી થોડી જ વારમાં જીવ આવ્યો. આના પર વન અધિકારીઓ તેને બચાવ કેન્દ્રમાં લઈ ગયા અને તેનો જીવ બચાવ્યો. વન અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ વર્કર શૈલેષ રાવલે જણાવ્યું હતું કે વડોદરા નજીક વાસણા-કોટારિયા ગામ નજીકથી પસાર થતી નાની નદી પાસે ગ્રામજનોએ આ અજગરને જોયો હતો.

કારેલીબાગ રેન્જની ફોરેસ્ટ ઓફિસને જાણ કરી હતી. રાવલ પહેલા ત્યાં પહોંચ્યા. રાવલે કહ્યું કે થોડી મહેનત બાદ અમારી ટીમ અજગરને પકડવામાં સફળ રહી અને અમે તેને કારેલીબાગના રેસ્ક્યુ સેન્ટરમાં લાવ્યા. તેને બચાવ કેન્દ્રમાં લાવ્યા પછી, અજગર મોટા વાંદરાને ઉલટી રૂપે બહાર કઢાવી નાખ્યો હતો.

અજગર હજુ પણ નિરીક્ષણ હેઠળ છે અને પશુ ચિકિત્સક દ્વારા સંપૂર્ણ સ્વસ્થ જાહેર કર્યા બાદ જ તેને જંગલમાં છોડવામાં આવશે. જયારે તેના પેટમાંથી કાઢવામાં આવેલો વાંદરો મોત પામ્યો છે. વાંદરાને તેનો મજાક મસ્તી ભર્યો સ્વભાવ મોત તરફ ખેંચી ગયો છે. જો તે અજગરની મશ્કરી કરવા તેની નજીક ન જાત તો તે આજે જીવિત હોત..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *