Breaking News

10 વર્ષની દીકરીને ઘરમાં એકલી જોઈને 63 વર્ષનો ઢાંઢો પીવા માટે પાણી આપો કહીને ઘુસી ગયો, અને કરવા લાગ્યો એવી હરકતો કે જાણીને મોતિયા મરી જશે..!

હવે તો કોઈ નજીકના વ્યક્તિ ઉપર પણ વિશ્વાસ મૂકતા પહેલા સો વખત વિચાર કરવો પડે છે. કારણ કે હાલના ભાગમ દોડવાળા જમાનામાં કયો વ્યક્તિ ત્યારે આપણી સાથે છેતરપિંડી કરીને તેમજ પરિવારના સભ્યો સાથે ખૂબ જ ખોટા કામ કરીને જતો રહે તેનું નક્કી હોતું નથી…

આ સાથે સાથે આજે અમે એક એવા કિસ્સાની વાત કરવા જઈ રહ્યા છીએ કે, જે દરેક માતા પિતાએ પોતાના બંને કાનો ખુલ્લા રાખીને સાંભળી ચેતી જવું જોઈએ. આ સાથે સાથે ઘરે બાળકોને રેઢા મૂકીને જતા પહેલા તેઓને એવી સલાહ શિખામણ આપી દેવી જોઈએ કે, તેઓ ક્યારેય કોઈ અણ બનાવવાનો ભોગ ન બને.

મધ્યપ્રદેશના ભોપાલના જમાલપુરા વિસ્તાર પાસે દસ વર્ષની એક વિદ્યાર્થીની કે જે ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે. અને પોતાના પરિવારજનો સાથે ખૂબ જ લાડ પ્રેમથી રહે છે. આ દીકરીના પિતા સવારના સમયે જ નોકરીએ ચાલ્યા ગયા હતા. જ્યારે તેની માતા છત ઉપર કોઈ કામકાજ માટે ગઈ હતી..

ત્યારે દસ વરસની આ લાડકી દીકરી પોતાના ઘરે એકલી હતી. તેનાજ મોહલ્લામાં રમેશચંદ્ર રાઠોડ નામનો એક વ્યક્તિ રહેતો હતો. જેની ઉંમર 63 વર્ષની છે. એટલે મોટી ઉંમરે ભગવાનના ભજન કીર્તન કરી મનને શાંતિ મેળવવા અથવા તો કોઈ સારા વ્યક્તિઓને મદદરૂપ બનવાને બદલે આ ડોસો માત્ર દસ વર્ષની બાળકી ઉપર નજર બગાડી બેઠો હતો..

જ્યારે આ બાળકીને તેના ઘરે એકલી જોઈને તે તેના ઘરે આવી પહોંચ્યો અને કહ્યું કે, તેને પીવા માટે પાણી જોઈએ છે. ગમે તેવો દુશ્મન પણ ઘરે આવીને ઊભો રહે અને પીવા માટે પાણી માંગે તો તેને ક્યારેય મનાઈ કરવામાં આવતી નથી. આ આપણી સંસ્કૃતિ છે. બિચારી બાળકીએ વિચાર્યું કે આ વડીલ દાદાને પીવા માટે પાણી જોઈએ છે..

એટલા માટે તે પોતાના ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને રસોડામાં પાણીનો ગ્લાસ ભરવા માટે ગઈ હતી. પરંતુ તે જ્યારે ગ્લાસ લઈને પરત આવી ત્યારે રમેશચંદ્ર રાઠોડ તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો. અને ગ્લાસ પકડી ત્યારબાદ તેની સાથે ખૂબ જ ખરાબ હરકતો કરવા લાગ્યો હતો. બાળકીને અંદાજો આવી જતા તે પોતાની માતાએ શીખવ્યુ હતું એ મુજબ જોર જોરથી અવાજ કરવા લાગી હતી..

દરેક બાળકોને માં-બાપે શીખવવું જોઈએ કે જ્યારે પણ મદદની જરૂર પડે ત્યારે બુમા બુમ કરી દેવી જોઈએ, આ બાળકીએ ચીસો પાડવાની શરુ કરી દીધી હતી જેથી કરીને તે આ વડીલ ડોસાની પકડમાંથી બચી જાય, પોતાની બાળકીનો અવાજ સાંભળતાની સાથે જ માતા છત ઉપરથી નીચે આવી પહોંચી હતી..

પરંતુ તે નીચે પહોંચે એ પહેલાં તો આ વડીલો ડોસો ખરાબ હરકતો કરીને ત્યાંથી ભાગી ગયો હતો અને ત્યારબાદ દસ વર્ષની આ બાળકી એ પોતાની માતાને તમામ ઘટનાઓ જણાવી કે, મોહલ્લામાં રહેતા રમેશચંદ્ર રાઠોડ નામના ડોસાને તેની સાથે ખૂબ જ ખરાબ હરકતો કરી છે. તે ચીસ પાડવા લાગી એટલા માટે તે ઘરેથી ભાગી ગયો છે..

ત્યારબાદ આ ઘટનાની જાણકારી સગીરાને પિતાને પણ આપવામાં આવી હતી. આ ઘટના વિશે સાંભળતાની સાથે જ કાનમાંથી એકાએક કમળા નીકળવા લાગ્યા હતા. તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશનને પહોંચી અને પોતાના જ મહોલ્લામાં રહેતા રમેશચંદ્ર રાઠોડ નામના 63 વર્ષના વડીલ ઉપર ફરિયાદ નોંધાવી હતી..

અને જણાવ્યું કે તેઓએ તેમની દીકરી સાથે હડપલા કર્યા છે. આ ફરિયાદ નોંધીને પોલીસે વડીલ સાથે પૂછપરછ કરી હતી. પરંતુ વડીલે જણાવ્યું કે, આ તમામ લોકો ખોટા છે. તો એક બાજુ દસ વર્ષની માસુમ દિકરી પોતાની માતાને જણાવે છે કે, આ વડીલ જૂઠું બોલી રહ્યા છે. તેણે મારી સાથે અડપલા કર્યા છે. હાલ આ બાબતને લઈને તપાસ ચલાવવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *