Breaking News

’10 રૂપિયાની સેવ આપો’ કહેતા જ ફરસાણવાળો દુકાનના ઉપરના માળેથી કોથળો આપતો, શંકા જતા પોલીસે કોથળો ખોલાવતા જ મળ્યું એવું કે ઉડી ગયા હોશ..!

જે વ્યક્તિ મહેનતથી ધંધો રોજગાર ચલાવે છે, તેને કોઈપણ વ્યક્તિનો ડર રહેતો નથી. અને સાચું કરનારા તેમજ સાચી નીતિ ઉપર ચાલનારા લોકોને પણ ક્યારેય કોઈ બાબતનો ડર રહેતો નથી. પરંતુ જે લોકો કાળા કારનામાં કરે છે, તેને હંમેશા ડર સતાવતો હોય છે કે તેમનું આ કાળું કારનામુ પકડાઈ ન જાય તો સારું અને તેમની પોલ ખુલ્લી ન જાય તો સારું..

પરંતુ અનીતિની રાહ ઉપર ચાલનારા લોકો એક ને એક દિવસ જરૂર નીચે પછડાતા હોય છે. તિરુમાલા સર્કલ પાસેથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે, તિરુમાલા સર્કલની આસપાસના વિસ્તારમાં ઘણી બધી દુકાનો છે. જેમાં મહાલક્ષ્મી ફરસાણ નામની એક દુકાનની અંદર ખૂબ જ કાળા કારનામા પકડાઈ ચૂક્યા છે..

આ દુકાનમાં જે વ્યક્તિ આવીને એમ કહે કે, ’10 રૂપિયાની સેવ આપો’ તેને તાત્કાલિક ધોરણે ફરસાણ વાળો દુકાનના ઉપરના મળે લઈ જતો અને ત્યાંથી એક કોથળો આપી દેતો હતો. છેલ્લા કેટલાક સમયથી તિરુમાલા સર્કલ પાસે ટ્રાફિક કંટ્રોલનું કામકાજ કરતા પોલીસ અધિકારીઓ આ દ્રશ્ય જોતા હતા કે, જે વ્યક્તિ ફરસાણના દુકાનની અંદર ફરસાણ ખરીદવા માટે જતો હોય છે..

તે મોટો કોથળો લઈને બહાર નીકળે છે, આખરે આ કોથળીની અંદર એવું તો શું હશે કે, જેને ઢાંકવા માટે આવડો મોટો કોથળો ફરસાણનો માલિક આપી રહ્યો છે. તેમજ અમુક વ્યક્તિને તે નીચેથી જ ફરસાણ આપીને રવાના કરી દેતો જ્યારે અમુક વ્યક્તિને ઉપરના માળે લઈ જતો હતો..

આ દ્રશ્ય જોઈને તેમને ખૂબ જ અજુગતું અને વિચિત્ર લાગ્યું હતું, એક દિવસ તિરુમાલા સર્કલ પાસે ટ્રાફિકનું નિયમન કરાવતા પોલીસ અધિકારીએ તપાસ ચલાવવાનું વિચાર્યું અને શંકા જતાની સાથે જ પોલીસે એક યુવક પાસે આ કોથળો ખોલવા માટે જણાવ્યું હતું. ત્યારે કોથળાની અંદરથી એવી ચીજ વસ્તુ મળી કે, જોતાની સાથે સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા..

આ કોથળાને ખોલતા જ કોથળો લઈને આવતો યુવક ત્યાંથી ભાગવા લાગ્યો હતો, તેમજ ફરસાણની દુકાનનો માલિક પણ દુકાનનું શટર બંધ કરીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. હકીકતમાં કોથળાની અંદરથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે દોડીને દુકાનના માલિક પરમેશ્વર ભાઈ ને પકડી પાડ્યા હતા..

જ્યારે તેની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, તે કેટલાક બુટલેગરોના સંપર્કમાં છે અને ઘણા બધા વ્યક્તિ તેની દુકાન પાસે દારૂ ખરીદવા માટે આવી પહોંચતા હતા અને જે વ્યક્તિને દારૂ ખરીદવો હોય તે વ્યક્તિ તેના કોડની ભાષાની અંદર માત્ર એટલું જ જણાવતો કે, ‘મારે 10 રૂપિયાની સેવ જોઈએ છે’..

જે વ્યક્તિ એમ કહે કે, ‘મારે 10 રૂપિયાની સેવ જોઈએ છે’ તેને તે ઉપરના માળે લઈ જતો અને ત્યાં કોથળાની અંદર દારૂની બોટલ પેક કરીને આપી દેતો હતો, પરંતુ પોલીસની શંકાને આધારે આજે આ કાળું કારનામું પકડાઈ ગયું છે, તે છેલ્લા બે વર્ષથી આ દુકાનમાં ફરસાણના ધંધાની સાથે સાથે દારૂનું પણ વેચાણ કરી રહ્યો હતો..

અને તેના રોજના કસ્ટમર 10 રૂપિયાનીના નામે દારૂની બોટલ ખરીદવા માટે આવી પહોંચતા હતા. સામાન્ય વ્યક્તિને ક્યારેય પણ શંકા ન જાય કે આ વ્યક્તિ દારૂ ખરીદો માટે આવ્યો છે એટલા માટે તેઓ કોડવર્ડ ની ભાષા વાપરતા હતા, જેમાં કહેતા કે મારે દસ રૂપિયાની સેવ જોઈએ છે..

અને પરમેશ્વરભાઇ સમજી જતા કે, આ યુવક દારૂ ખરીદવા માટે અહીં આવી પહોંચ્યો છે. ત્યારબાદ તેને ઉપરના માળે લઈ જવામાં આવતો અને ત્યાંથી તેને દારૂ પકડાવીને રવાના પણ કરી દેવામાં આવતો હતો. આ કારનામાં પકડાઈ જતાની સાથે જ ત્યાં રહેલા તમામ દારૂના જથ્થાને નાશ કરી દેવામાં આવ્યો હતો..

આ સાથે સાથે પરમેશ્વરભાઇની ધરપકડ કરવામાં આવી છે અને તે દારૂનો આ સામાન ક્યાંથી લઈ આવતા હતા અને કોને કોને વેચી રહ્યા છે તેની પણ માહિતી મેળવીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આવી હચમચાવી દેતી ઘટના શહેરની વચોવચ ધમધમી રહી હતી. લોકોને આ ઘટના ખબર પડી ત્યારે તેઓની પણ અક્કલ કામ કરતી બંધ થઈ ગઈ હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *