10 દિવસ પહેલા જ ચાલતા શીખેલો કોન્સ્ટેબલનો દીકરો બાલકનીની ગ્રીલમાંથી નીચે પડી જતા થયું મોત, કોન્સ્ટેબલે રડતા રડતા કહ્યું કે મારા કારણે… વાંચો..!

નાના બાળકો જ્યારે ચાલવાનું શીખે છે, ત્યારે કોઈને કોઈ જગ્યાએ વારંવાર પડી જવાથી એકાએક ઈજાગ્રસ્ત થઈ જતા હોય છે, વડીલો પણ ખે છે કે જો બાળકો ચાલતી વખતે પડે નહીં તો તેઓ ક્યારે પણ વ્યવસ્થિત ચાલવાનું શીખતા નથી. કોઈ પણ નવી વસ્તુ શીખવા માટે દરેક વ્યક્તિને ઠોકર ખાવી પડતી હોય છે.

તેવીજ રીતે નાના બાળકો પણ ઠોકરો ખાતા-ખાતા ચાલવાનું શીખી જાય છે. નાના બાળકના ઉછેર કરતી વખતે માતા-પિતાને તેની નાની નાની દરેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. હાલ એક પોલીસ કોન્સ્ટેબલના માત્ર એક વર્ષના માસુમ દીકરા સાથે બનાવ બન્યો છે કે, સમગ્રલામા માતમ છવાઈ ગયો છે..

આ ઘટના મધ્યપ્રદેશના ભોપાલની છે. અહીં કોલાર વિસ્તાર પાસે કસ્ટમ કોલોની આવેલી છે. જેમાં એક કોન્સ્ટેબલ કે જેમનું નામ અરવિંદભાઈ કાકોડિયા હોવાનું સામે આવ્યું છે. તેઓ તેમના પરિવારજનો સાથે રહેતા હતા. તેવો મૂળગંજ રાઈસેન વિસ્તારના છે. પરિવારમાં તેમનો છ વર્ષનો મોટો દીકરો તેમજ એક વર્ષનો નાનો દીકરો ઉત્કર્ષ પણ હતો.

અને તેમની પત્ની સાથે તેઓ રહેતા હતા. બપોરના સમયે તેઓ પોલીસ સ્ટેશનથી ઘરે પહોંચ્યા ત્યારબાદ તેઓએ પરિવાર સાથે ભોજન પણ લીધું હતું. તેમની પત્ની રસોડામાં કામકાજ કરતી હતી. ત્યારે તેઓ અને મોટા બંને દીકરા સાથે સોફા પાસે બેઠા હતા. પત્નીએ રસોડામાંથી બૂમ પાડતા હતી..

રસોડામાં હશે જવા લાગ્યા હતા. જ્યારે તેની પાછળ પાછળ મોટો દીકરો પણ જવા લાગ્યો, એક વર્ષનો દીકરો માત્ર દસ દિવસ પહેલા જ ચાલવાનું શીખ્યો હતો. અને તે ચાલતો ચાલતો સોફા પાસેથી બાળકની પાસે ચાલ્યો ગયો. અને ત્યાંથી રમતા રમતા ગ્રીલની વચ્ચેથી પસાર થઈ નીચે પડી ગયો હતો..

આ તમામ બાબતથી પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ તેમજ તેમની પત્ની અને તેમનો મોટો દીકરો અજાણ હતા. જ્યારે રસોડાનું કામકાજ પૂર્ણ કરીને તેઓ હોલ તરફ પરત ફર્યા ત્યારે જોયું તો તેમનું નાનો દીકરો ઉત્કર્ષ દેખાયો નહીં, તે મને લાગ્યું કે, તે બાળકોની પાસે રમતો હશે તેવો બાલ્કની પાસે ગયા તો તેમનો દીકરો નીચે પડેલો દેખાયો હતો..

તાત્કાલિક તેવો નીચે પહોંચે અને જોયું તો તેને એક વર્ષના દીકરા ઉત્કર્ષે માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજા થઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધો હતો. ટૂંકી સફર બાદ આ દીકરાનો શ્વાસ ચાલવાનું બંધ થઈ જતા તે મૃત્યુ પામ્યો બાલકનીથી 15 ફૂટ નીચે પડતાની સાથે જ તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું..

માત્ર દસ દિવસ પહેલાં ચાલતો આ દીકરો ધીમે ધીમે સામાન્ય ચાલવાનું શરૂ કર્યું અને નીચે પડી જતા તેનું મૃત્યુ થયું છે. આ ઘટનાને લઇ તેના પરિવારજનો ખૂબ જ ઊંડા દુઃખમાં ચાલ્યા ગયા છે. તો સમગ્ર મોહલ્લામાં પણ માતમ છવાઈ ગયો છે. આ ઘટનાને લઈને ચારે કોર ચકચાર મચી જવા પામ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment