મેષ (અ,લ,ઈ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ કભી ખુશી કભી ગમ જેવો છે. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. વિદ્યાર્થીઓ તથા સ્ત્રીઓ માટે ઉત્સાહજનક દિવસ. દિવસ દરમિયાન આનંદના સમાચાર મળે તો સાંજ પછી ખૂબ દુઃખના સમાચાર પણ મળે.
વૃષભ (બ,વ,ઉ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ અતિ ઉત્તમ છે. કોઈ વિજાતીય વ્યક્તિ તરફથી, કોર્ટ-કચેરી તરફથી, તથા નોકરી-ધંધાના ક્ષેત્રમાંથી પણ આનંદના સમાચાર મળે. રોગ, ઋણ, શત્રુ, વાહન-ભવન પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું. ગૂઢ આર્થિક બાબતોમાં વિશેષ આર્થિક લાભ પ્રાપ્તિનો યોગ. સ્ત્રીઓ માટે ઉત્સાહજનક દિવસ છે.
કન્યા (પ,ઠ,ણ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ સાંજ સુધી ટેન્શનયુક્ત રહે. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. સાંજ પછી આનંદના સમાચાર મળે પણ રાત્રે ઊંઘ તૂટક તૂટક આવે. ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું.
મિથુન (ક,છ,ઘ) : શિક્ષા, સંતાન પક્ષ સંબંધી કાર્ય થશે. ઉપલબ્ધિ પ્રાપ્તનો યોગ. આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મિશ્ર ફળદાયી છે. પદ, પ્રતિષ્ઠા પ્રાપ્તિનો યોગ. પરિચય ક્ષેત્રનો વિસ્તાર થશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મિશ્ર ફળદાયી છે. અવિવાહિતો માટે લગ્નનો પ્રસ્તાવ આવે. પત્ની સાથે મતભેદ થયો હોય તો ઉકલે.
વૃશ્ચિક (ન,ય) : સફળ યાત્રાનો યોગ છે. સ્ત્રી તથા વિદ્યાર્થીઓ માટે આવતી કાલનો દિવસ ઉત્તમ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. ન ધારેલા કામ પાર પડે. વાહન સાચવીને ચલાવવું. માનસિક અસ્થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. અકસ્માતનો યોગ પણ છે. પરસ્પર સંબંધોને મહત્વ આપો. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે.
કુંભ (ગ,શ,સ) : કુટુંબ-વ્યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ. આ રાશિના જાતકો તેમના રાશિ સ્વભાવ મુજબ મનના ઉંડા હોવાથી તેમણે સાંભળેલી વાતો બહાર પાડતા નથી. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. તેથી તેઓ આનંદથી ફરતા જોવા મળે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે.
મકર (ખ,જ) : યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. જ્યાંથી તમને આશા પણ ન હોય તે જગ્યાએેથી આનંદના સમાચાર મળે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કોઈ વિજાતીય વ્યક્તિ તરફથી હકારાત્મક પ્રતિભાવ મળે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે.
તુલા (ર,ત) : કોઈ અટકેલું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ વિચાર્યું ન હોય તેટલો સફળ રહે. નોકરીમાં અધીનોનો સહયોગ મળશે. માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ. પુત્રી તરફથી બેહદ આનંદના સમાચાર મળે. રોકાણ વગેરેથી બચવું. કર્મક્ષેત્રમાં સામાન્ય વિઘ્નનો યોગ.
કર્ક (ડ,હ) : નીતિગત કોર્ટ કચેરીની સમસ્યાઓમાં સમય વીતશે. આ રાશિના જાતકો તેમના સ્વભાવ મુજબ પકડેલી વસ્તુ છોડે નહીં તે મુજબ જે કાર્ય હાથમાં લેશે તેને પતાવીને ઊભા થશે. શિક્ષા, જ્ઞાન, ધર્મ સંબંધી કાર્યોમાં વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. સ્ત્રીઓને મિશ્ર ફળદાયી દીવસ. માંગલિક કાર્ય થશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]